જસદણના શીતળા માતાના મેળામાં છેલ્લા 30 વર્ષથી શ્રી આદ્ય શક્તિ યુવક મંડળ દ્વારા પાણીના પરબ ની સેવા કરતા યુવાનો
જસદણના શીતળા માતાના મેળામાં છેલ્લા 30 વર્ષથી શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા માનદ પાણી પીવડાવવાની સેવા પૂરી પાડવામાં આવે છે જસદણ તાલુકાના ચિતલીયા ગામે દાયકાઓથી યૉજાતો ચિતલીયા ડુંગર ઉપર શીતળા માતાનૉ પરંપરાગત લોક ભાતીગળ દેશી મેળો અહીં જસદણ પંથકના વિવિધ ગામના લોકોઆ મેળો મહાલવા આવે છે અને આંખ માથાની માનતા રાખૅછૅ તેમજ માતાજીને શ્રીફળ ચૂંદડી અનૅ કુલર જુવારવામાં આવે છે આ મેળા ની નાની અને મોટી એમ બંને સાતમના પવિત્ર તહેવાર નિમિત્તે જસદણના શ્રી આદ્ય શક્તિ યુવક મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી પાણીના પરબની વ્યવસ્થા કરવામાં આવે છે આ સેવા કાર્યમાં ધીરુભાઈ ભુવા કરસનભાઈ કાછડીયા જીતુભાઈ ભુવા જગદીશભાઈ ભુવા દિનેશભાઈ ભુવા મધુભાઈ હિરપરા ધર્મેશભાઈ ભુવા રાજેશભુવા રમેશભાઈ સીધપરા
કાનો ભુવા પ્રિતુલ ભુવા સહિતના શ્રી આધ્યા શક્તિ યુવક મંડળના સભ્યો છેલ્લા ૩૦ વર્ષથી પાણીના પરબની સેવા કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે