error: This Content is protected !!

રાજકોટના ખેડૂત પર કોટડાસાંગાણીના અરડોઈ ગામે અગાઉ જમીન વાવતા ભાગ્યા નો હુમલો, પુત્રને પણ ફટકાર્યો ગુનૉ દાખલ

વર્ષ પહેલા જમીન વાવવા આપી હતી તે શખ્સ તેની પાસે લાઇટ બિલના બાકીના પૈસાની ઉઘરાણી કરતાં મામલો બીચકયો, ધમકી પણ આપી ગુનો નોંધાયો

 

 

રાજકોટમાં રહેતાં ખેડૂત પિતા-પુત્ર પર કોટડાસાંગાણી અરડોઈ ગામે હુમલો થયો હતો. ખેડૂતે આરોપીને અગાઉ જમીન વાવવા માટે આપી હોય તે સમયના લાઇટના બિલના પૈસાની બાકી હોય જેની માંગણી કરતા માથાકૂટ કરી ધમકી આપતાં ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે રાજકોટમાં સેલિબ્રેશન પાર્ટી પ્લોટની બાજુમાં મારૂતિ રેસીડન્સીમાં રહેતા ભીખુભાઈ ગાંડુભાઈ વિરડીયા (ઉ.વ. ૬૦) નામના ખેડૂતે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અરડોઈ ગામે રહેતા બાવા પોપટભાઈ વિરડીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારના તે તથા તેમનો પુત્ર મહાદેવ કાર લઈ તેમના મૂળ વતન જવા માટે નીકળ્યા હતા અને સવારના અરડોઇ ગામ નવા પ્લોટ વિસ્તાર ખાતે આવેલા તેમના મકાન સામે પહોંચતા ત્યાં સામે ગાંધી બાપાના ઓટલા પાસે બાવા વિરડીયા બેઠો હતો અને તેણે ફરિયાદી સામે હાથ ઊંચો કરી ચાળો કરતા ફરિયાદી

તથા તેમના પુત્ર તેમની પાસે ગયા હતા. ફરિયાદીએ અગાઉ બાબાભાઈને એક અને વર્ષ પૂર્વે જમીન વાવવા માટે આપી હતી તે સમયનું ખેતીની જમીનનું લાઈટ બિલ ૨૦૦૦ ભરવાનું બાકી હોય જેથી ફરિયાદીએ બાવાભાઈને બાકીનું લાઈટ બિલ ભરવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાય ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, હું બિલના પૈસા આપવાનો નથી તારાથી થાય તે કરી લે તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ તેને ગાળો દેવાની ના કહેતા ઝપાઝપી કરી ત્રણ ફડાકા મારી ફરિયાદીને

નીચે પાડી દીધા હતા અને બાદમાં ઢીકાપાટુનો મારમાર્યો હતો.

જેથી ફરિયાદીનો પુત્ર મહાદેવ વચ્ચે પડતા તેને પગમાં લાત મારી હતી. દરમિયાન ગામના અન્ય લોકો એકત્ર થઈ જતા આરોપી ચાલ્યો ગયો હતો. જતા પૂર્વે ધમકી આપી હતી કે, ઉભો રહેજે હમણાં પૂરો કરી દઉં હુમલામાં ભીખુભાઈને ઈજા પહોંચી હોય જેથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બાદમાં તેમણે અંગે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે કોટડા સાંગાણી પોલીસે ગુનો નોંધી આ કાયદેસરની કાર્યવાહી કરી હતી.