જસદણ નવા ઍસટી ડૅપૉની બસોમાં ખાલી પાણીની બૉટલૉ સહિતના કચરાના ગંજથી મુસાફરો પરેશાન નેતાઓ આવે ત્યારે જ સફાઈ થતી હોવાની ચર્ચા
જસદણ નવા એસટી બસ સ્ટેન્ડમાં જસદણ રાજકોટ જસદણની એસટી બસમાં જયાં મુસાફરોએ સામાન રાખવાનો હોય તે અલમારી માળીયા ઉપર કચરાના ગંજ અને પાણીની બોટલો ખાલી શીશાઓ જોવા મળતા સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છ બસ અને પરિસરની સફાઈના દવા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે ડેપોની તથા બસોની સાફ સફાઈ અને સ્વચ્છતા અંગે અનેક સવાલો ઊભા થવા પામેલ છે બસ તથા બસ સ્ટેન્ડ પરિસરમાં સ્વચ્છતા અભિયાનનો ઉલાળ્યો થતૉ હૉય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે માત્ર કોઈ અધિકારી કે નેતાઓ આવે ત્યારે જ બસૉ તથા બસ સ્ટેન્ડ સાફ સુથરૂ કરવામાં આવે છે કોઈ મોટા નેતા મંત્રી ધારાસભ્યો સાથે સાવરણા પકડીને ફોટા સેશન કરવાનું નાટક કરવામાં આવતું હોવાની ચર્ચાઓ છે ત્યારે
સાફ-સફાઈ અંગેના ફૉટા પડાવનારા અધિકારીઓ આ બસની ગંદકીની સફાઈ કરાવશે ખરા જૅવા લાખમણ ના સવાલો ઉઠ્યા પામ્યા છે