error: This Content is protected !!

રાજકોટ ભાવનગર હાઇવે પરના સરધાર બસ સ્ટેન્ડ માં બંધ હાલતમાં પંખા ધુળ ખાતા હૉવાની ફરિયાદ મળતા જ તાબડતોબ શરૂ મુસાફરોને રાહત

એસટી વિભાગને પવિત્ર તહેવારૉ ઍ કરોડો રૂપિયાની આવક હૉવા છતાં મુસાફરોને સુવિધા આપવામાં ઠાગાદૈયા કરતા હોવાનો આક્ષેપ

 

 

રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલા સરધાર બસ સ્ટેશનમાં પંખા બંધ હાલતમાં ધૂળ ખાતા હોય જૅથી ૫૦થી વધુ મુસાફરો બસ સ્ટેશનમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મુસાફરી માટે બેઠા હોય અને એક પણ પંખો શરૂ નહોતો તમામ પંખાઓ બંધ હાલતમાં હતા જે પગલે બસમાંથી જ જવાબદાર રાજકોટ ડેપોમાં સ્ટૅન્ડ ઇન્ચાર્જ અધિકારીને ફોન કરતા તેઓએ જણાવ્યું કે આજે ટ્રાફિક કંટ્રોલર ને રજા હોય એટલે શરૂ નહીં કરાવ્યા હોય ફરિયાદ કરતા જ ગણતરીની મિનિટોમાં સરધાર બસ સ્ટેશનના તમામ પંખાઓ શરૂ કરાવાયા હતા. જેમાંનો એક પંખો બંધ છે એ પણ આવતીકાલે રીપેરીંગ થઈ અને ચારેય પંખા ચાલુ રહેશે તેવી ખાતરી અધિકારી દ્વારા આપવામાં આવી છે. હાલ એસટી તંત્ર દ્વારા ત્રણ દિવસમાં એસ.ટી ની ૩.૧૬ લાખની ટીકીટોનું એડવાન્સમાં બુકીંગ થયું છે અને ૭.૮૫ કરોડની જંગી આવક થશે એડવાન્સ બુકિંગ સિવાયના મુસાફરો ગણીએ તો કરોડો રૂપિયાની આવક એસ.ટી ને બે ત્રણ દિવસમાં થવાની છે ત્યારે મુસાફરોને સામાન્ય સુવિધા આપવામાં તંત્ર વાહકો ઠાગાંઠેયા ન કરે અને દરેક ડેપોનો આ પ્રશ્ન છે. પંખા ચાલુ કરાવવા કે બંધ કરાવવાની જવાબદારી કોઈ નિભાવતું ન હોવાના પગલે પંખા બંધ રહેતા હોય છે. અને ક્યારેક ટ્રાફિક કંટ્રોલરની માથે પંખો ચાલુ હોય અને કોઈ ફરિયાદ કરે તો વ્રફિક કંટ્રોલર એવું પણ કહેતા હોય છે કે કોઈક મુસાફર કહે તો ચાલુ કરીએ. તંત્રને કરોડો રૂપિયાની આવક નવી બસોના ઉદઘાટન ફોટા પ્રેસ પ્રસિદ્ધિમાં જ રસ હોય એવું જણાય છે મુસાફરોને પડતી હાલાકી અંગે પણ જવાબદારી ફિક્સ થવી જોઈએ આજે દોડતી અનેક બસોમાં કચરાના ગંજ એટલા માટે છે કે બસો ડેપોમાં બે ત્રણ દિવસે આવશે.