જસદણના સાણથલીમાં દેશી દારૂના હાટડા પર આટકોટ પોલીસ નો દરોડો ૨૫ લીટર દૅશી દારૂ અને ૨૦૦ લીટર આથા સાથે બુટલેગર દંપતીની ધરપકડ
જસદણ તાલુકા આટકૉટ નજીકના સાણથલી ગામે ધમધમતા દેશી દારૂ ના હાટડા અંગેની બાતમીના આધારે આટકોટ પોલીસે દરોડો પાડી પ્લાસ્ટિકના પાંચ બુંગીયામા ૨૫ લીટર દેશી દારૂ અને દારૂ બનાવવાનો 200 લીટર આથૉ કબજે કરી બુટલેગર દંપતીની ધરપકડ કરી હતી આટકોટ પોલીસે બાતમીના આધારે ગામ નજીક ના વાડામાં દરોડો પાડયો હતો જે દરમિયાન દેશી દારૂ ભરેલા 5 બુંગિયા મળી આવ્યા હતા, જેમાં આશરે 25 લીટર દેશી દારૂ, કિંમત રૂ.5 હજાર હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત પ્લાસ્ટિકના બેરલમાંથી આશરે 200 લીટર ઠંડો આથો મળી આવતા પોલીસે સેમ્પલ લઈ બાકીના આથાનો નાશ કર્યો હતો.પોલીસે દેશી દારૂના સેમ્પલ FSL તપાસ માટે મોકલી, જ્યારે રૂ.5 હજારનો દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કાર્યવાહી દરમિયાન રસિક માણકુભાઈ સોલંકી અને ગુલાબબેન રસિકભાઈને ઝડપી લઈ બંને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આટકોટ પોલીસે ધોરણ સર ની કાર્યવાહી કરી હતી