error: This Content is protected !!

મીઠી ખાંડ કડવી થયા પછી ગરીબોની કસ્તુરી ઍ રડાવ્યા ડુંગળીની તીખી કિંમતે આંખોમાં પાણી લાવી દીધા અધુરામાં પૂરું સીએનજી મોંઘો થતા બળતામાં ઘી હૉમાયું

હોટલ ઢાબા રેસ્ટોરન્ટમાંથી સલાડ થયું ગાયબ ડીશ નો ભાવ વધાર્યા વગર જ નિયંત્રણ ગેસ ભાવ વધારાની અસર માર્ગો પર જોવા મળશે

 

 

રાજધાની દિલ્હીમાં જ્યાં ખાંડના ભાવ ઘટવાથી રસોઇના બજેટમાં રાહત મળી છે ત્યારે ગરીબોની કસ્તુરી ડુંગળીની તીખી કિંમતે રડાવ્યા આંખોમાં પાણી લાવી દીધા છે. અધૂરામાં પૂરી સીએનજી મોંઘો થતાં બળતા માં ઘી હોમાયું છે.

સંગ્રહખોરી પર સરકારની સખ્તાઇ અને રક્ષાબંધન બાદ માંગ ઘટતા દિલ્હીમાં છુટક બજારમાં ભાવ ૬૭-૭૦ રૂપિયા ઘટીને ૬૦ રૂપિયા કિલો થઈ ગયા છે, બીજી બાજુ નાસિકથી ૪૫૩ મેટ્રિક ટન ડુંગળી લઇને આવેલી કાંટા એક્સપ્રેસ ટ્રેન પણ દિલ્હી એનસીઆરમાં ડુંગળીની કિંમતમાં બ્રેક ન મારી શકી.

આવક ઘટવાથી બજારમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ ૩૦૦થી ૪૦૦ રૂપિયા દર ક્વિન્ટલે વધી ગયા છે. ગાજીપુર બજારમાં

જે ડુંગળી જે ડુંગળીના ભાવ ચાર દિવસ પહેલા ઘટીને ૪૨ રૂપિયા કિલો પર આવી ગયા હતા તે છેલ્લા ત્રણ દિવસમાં ઉછળીને ૪૫ રૂપિયે કિલો થઇ ગયા છે.

 

હૉટલ ઢાબા કાકડીથી કામ ચલાવી રહ્યા છે સીએનજી ના ભાવ ની અસર

 

સીએનજીના ભાવમાં ચાર રૂપિયાનો વધારો પ્રતિ કિલોએ થયો છે જેની અસર દિલ્હીના રસ્તા પર જોવા મળશે જેના કારણે સ્થાનિક ભાડું 10 થી 15 ટકા વધી શકે છે હોટલ અને ઢાબા સંચાલકો ડીસની

કિંમત વધાર્યા વિના ખર્ચ નિયંત્રિત કરવા માટે સલાડમાં ડુંગળીની માત્રા ઘટાડી દીધી છે. હોટલ-ઢાબા સંચાલકો ડુંગળીના બદલે

સલાડમાં કાકડી પીરસી રહ્યા છે.

છૂટક શાકભાજી વિક્રેતાની દુકાનોથી સસ્તી ડુંગળી ઇ-કોમર્સ પોર્ટલ અને સફલ સ્ટોર પર મળી રહી છે. રવિવારે સફલ સ્ટોર પર ડુંગળીની કિંમત કિલોએ ૪૯ રૂપિયા હતી, જ્યારે ઇ-કોમર્સ પોર્ટલ પર 53 થી 55 રૂપિયા કિલો હતી જ્યારે શાકભાજીની દુકાને ડુંગળીનો ભાવ 70 થી 80 રૂપિયા કિલો હતો