વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં લાડુ સ્પર્ધામાં વિંછીયાના ઑરી ગામના બળવંતભાઈ રાઘવાણી ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરૉગી વિજેતા બન્યા
દાળ સાથૅ લાડુ ખાવાની સ્પર્ધા યોજાઇ હતી જેમાં જિલ્લામાંથી ૨૫ થી ૭૫ વર્ષની વયના અંદાજે ૨૮ સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો
સુરેન્દ્રનગરના થાન તાલુકામાં યોજાઍલ વિશ્વપ્રસિદ્ધ તરણૅતરના લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત અનોખી લાડુ ખાવાની સ્પર્ધા યૉજાઈ હતી જૅમા જિલ્લામાંથી ૨૫થી ૭૫ વર્ષની વયના અંદાજે ૨૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૩૦ મિનિટની સમયમર્યાદામાં દાળ સાથે તૈયાર કરાયેલા બેસન અને ખાંડના લાડુ ખાવાના હતા સ્પર્ધકોમાં શરૂઆતથી જ જીત માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગી જીત મેળવી સ્પર્ધામાં વિછીયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાધવાણીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે નિર્ધારિત ૩૦ મિનિટના સમયગાળામાં કુલ ૨૮ લાડુ ખાઈ પ્રથમસ્થાન મેળવ્યું હતું. સ્પર્ધાના અંતિમ તબક્કામાં પાંચ સ્પર્ધકો વચ્ચે જીત માટે રસાકસી જોવા મળી હતી આ અનોખી સ્પર્ધા જોવા માટે
મોટી સંખ્યામાં મેળારસિકો, ગ્રામજનો અને અધિકારીઓએકઠા થયા હતા. સ્પર્ધા દરમિયાન લોકોનો ઉત્સાહ અને રોમાંચ સતત જોવા મળ્યો હતો. પ્રથમક્રમે વિજેતા બનેલા બળવંતભાઈ રાઘવાણીને ASP ના હસ્તે રૂ.૨,૦૦૦નું રોકડપુરસ્કાર આપવામાં આવ્યું હતું. તરણૅતર મેળાની પરંપરાગત ઉજવણી વચ્ચે યોજાયેલી આ સ્પર્ધા લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તરણેતરનો મેળો તેની ભાતીગળ પરંપરા, લોકસંસ્કૃતિ અને વિવિધ અનોખી સ્પર્ધાઓ માટે જાણીતો છે.