આટકોટના ખારચીયા ગામે મારામારી વાડીના હલાણ પ્રશ્નૅ ઢીકાપાટુ પથ્થર મારૉ તથા બે આધૅડ નૅ ઇજા સામ સામે પોલીસ ફરિયાદ
જસદણ તાલુકાના આટકોટ નજીકના ખારચીયા જામ ગામની સીમમાં વાડીએ જતી વખતે રસ્તામાં ચાલવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી અને સામ સામે પથ્થરમારો થયો હતો. આટકોટ પોલીસે બન્ને પક્ષોની ફરીયાદ પરથી સામ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ખારચીયા ગામે રહેતા ભરતભાઈ નાથા ધામેલીયા ઉ.વ. ૫૦ એ તેજ ગામના વિજય કરમશીભાઈ ચોવટીયા
વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદમાં જણાવ્યું કે તે આરોપી વિજયના વાડીના મકાનની પાછળના ભાગે આવેલા રસ્તાનો ગઈટ ખુલ્લો હોવાથી ત્યાંથી ચાલીને તેની વાડીએ જવા રવાના થયા હતા. જે આરોપીને ન ગમતા અહીયાથી તમારે ચાલવાનું નહી કહયુ હતું. તેની સામે જોતા આરોપીએ મારી સામે કેમ જોવો છો કરી ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો મારમારી પથ્થરના ઘા કરતા
ઈજા થઇ હતી સામાપક્ષે વિજય કરમશીભાઈ ચોવટીયાઍ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે તેની વાડીના મકાનની પાછળના ભાગે આવેલા રસ્તેથી ભરતને હક ન હોવા છતા ત્યાંથી નિકળતા તેને ટોકયા હતા. અને કાતર કેમ મારશ’ તેમ પુછતા ઉશ્કેરાઈ ભરતે ગાળો દઈ ઢીકાપાટુનો મારમારી પથ્થરનો ઘા મારતા ઇજા થઈ હતી