error: This Content is protected !!

રાજકોટ જિલ્લામાં રિઅલ એસ્ટેટમાં તૅજી 14453 દસ્તાવેજ થકી 86.79 કરોડની ઓગસ્ટમાં સરકારને આવક ગોંડલ લોધિકા આગળ જસદણ વિંછીયા પાછળ

રાજકોટ જિલ્લામાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે તેજી જોવા મળી રહી છે.ઓગસ્ટ મહિના દરમિયાન રાજકોટ જિલ્લાની વિવિધ 18 સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે કુલ 14,453 દસ્તાવેજની નોંધણી થઈ છે. જેના થકી સરકારને સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી પેટે કુલ રૂ.86.79 કરોડથી વધુની આવક થઈ છે. ઓગસ્ટ મહિનામાં મોરબી રોડ પર 2537 જમીન મકાનના દસ્તાવેજની નોંધણી થઇ છે. જ્યારે ત્રણ મહિનામાં 6261દસ્તાવેજની નોંધણી છે. અત્યારે મોરબી રોડ પર જમીન મકાનના સૌથી વધુ સોદા થઇ રહ્યા છે. આંકડાકીય વિગતો અનુસાર રાજકોટ શહેરના મોરબી રોડ સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે સૌથી વધુ દસ્તાવેજ નોંધાયા છે.અહીં ઓગસ્ટ માસમાં 2,537 દસ્તાવેજની નોંધણી થઈ હતી, જેનાથી રૂ. 1.61 કરોડથી વધુ ફી અને રૂ.8.95 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યૂટી મળીને કુલ રૂ.10.57 કરોડથી વધુની માતબર આવક થઈ છે.જ્યારે રૈયા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે 987 દસ્તાવેજો સામે રૂ.10.34 કરોડથી વધુની કમાણી થઈ છે.આ સિવાય મોટામવા અને મવડી જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં પણ કરોડો રૂપિયાના દસ્તાવેજો નોંધાયા છે સમગ્ર ઓગસ્ટ 2026 માસ દરમિયાન રાજકોટ જિલ્લાભરમાં નોંધાયેલા 14,453 દસ્તાવેજ પર રૂ. 12,21,69,340ની રજિસ્ટ્રેશન ફ્રી અને રૂ. 74,58,12,526ની સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવી છે. આમ,બંને મળીને સરકારી તિજોરીમાં કુલ રૂ.86, 79,81,866 ની આવક જમા થઈ છે.

ગોંડલ-લોધિકા આગળ જસદણ વીંછિયા સૌથી પાછળ ગોંડલ સબ રજિસ્ટ્રાર ખાતે રૂ.5.06 કરોડ, લોધિકામાંથી રૂ.4.81 કરોડ, જેતપુરમાંથી રૂ.3.24 કરોડ અને કોટડાસાંગાણીમાંથી રૂ.2.91 કરોડથી વધુની આવક નોંધાઈ છે. બીજી તરફ, સૌથી ઓછી દસ્તાવેજ નોંધણી વીંછિયા કચેરી ખાતે નોંધાઈ છે, જ્યાં 54 દસ્તાવેજમાંથી કુલ રૂ. 10.93 લાખની આવક થઈ હતી. જ્યારે જામકંડોરણામાં 85 દસ્તાવેજ થકી રૂ.14.92 લાખનું કલેક્શન થયું છે.