error: This Content is protected !!

રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓમાં ૩ નવી કેડરમાં અધિકારીઓની ભરતી કરાશે 55 સિવિલ ઇજનેર નિમાયા બાકીના હવે લેવાશે

ચાવીરૂપ નવી કૅડરમા વૅરા વસુલાત ટેક્સ આરોગ્ય સફાઈ સેનેટરી ઇન્સ્પેક્ટર જૅવા સિવિલ ઇજનેરોની નિયુક્તિ કરાશે

 

ગુજરાતની નગરપાલિકાઓમાં સ્તરે મહાનગર પાલિકાઓ જેવી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે વહીવટી અને માનવબળનું માળખું મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે રાજ્યની 152 નગરપાલિકાઓમાં લાંબા સમયથી ચીફ ઓફિસર સિવાય અન્ય કેડરના અધિકારીઓની જગ્યાઓ ન હોવાથી વહીવટી કામગીરી પર અસર પડતી હતી. આ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે તમામ નગરપાલિકાઓમાં નવી જગ્યાઓ ઊભી કરીને ત્રણ મુખ્ય ચાવીરૂપ અધિકારીઓ સિવિલ ઇજનેર, ટેક્સ વસૂલાત અધિકારીઅને સેનેટરી ઇન્સ્પેકટરની તબક્કાવાર નિમણૂક કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આ નવી ભરતી ઝુંબેશના ભાગરૂપે પ્રથમ તબક્કામાં 55 સિવિલ ઇજનેરોની નિમણૂક કરી દેવામાં આવી છે. બાકી રહેલી નગરપાલિકાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજી નિમણૂક આપવાની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.શહેરી વિકાસ વિભાગની સરકારી ગ્રાન્ટમાંથી માળખાકીય સુવિધાઓ, રોડ-રસ્તા, ડ્રેનેજ સિસ્ટમ અને સ્ટોર્મ વોટર લાઇનના કામો સમયસર અને ગુણવત્તાસભર પૂરા થાય તેની દેખરેખ રાખવા માટે સિવિલ ઇજનેરની નિયુકિત કરાશે. જ્યારે વેરાની વસૂલાત માટે ટેક્સ અને સફાઈ-આરોગ્ય માટે સેનેટરી ઇન્સ્પેક્ટર લેવાશે.