error: This Content is protected !!

જસદણ સરકારી હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે સંજીવની દર મહિને ૧૩૦ પ્રસુતિ ૧૫ હજાર લેબ ટેસ્ટ અને ડાયાબિટીસ-બી.પી.ના ૩૨૦૦ જેટલા દર્દીઓને નિઃશુલ્ક સારવાર

મંત્રી કુંવરજીભાઈના પ્રયાસોથી ઘર આંગણે જ આશીર્વાદ રૂપ આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ દૈનિક 450 થી વધુ ગરિબ દર્દીઓ સારવાર મેળવે છે

 

જસદણ શહેર અનૅ તાલુકાના આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારનાં લોકોને ઉત્તમ અને મફત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકારી હોસ્પિટલ જસદણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઓક્ટોબર-૨૦૧૯થી વિવિધ અત્યાધુનિક મશીનો અને ડૉક્ટર્સની ટીમથી સજ્જ સરકારી હોસ્પિટલનો દરજ્જો મળ્યો છે. અગાઉ આ વિસ્તારના લોકોને નાની-મોટી સારવાર માટે રાજકોટ સુધી જવું પડતું હતું, પરંતુ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વિશેષ પ્રયત્નોથી આ હોસ્પિટલ અદ્યતન થવાથી લોકોને ઘરઆંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહી છે.

હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા માટે ફિઝિશિયન, જનરલ સર્જન, ગાયનેકોલોજિસ્ટ બાળરોગ નિષ્ણાંત એનેસ્થેટિસ્ટ ઓર્થોપેડિક ડેન્ટિસ્ટ મનોચિકિત્સક આંખ અને ચામડીના રોગોના નિષ્ણાત તબીબો સેવા આપી રહ્યા છે આ ઉપરાંત હોસ્પિટલમાં લેબોરેટરી એક્સ-રે ફિઝિયોથેરાપી બાળરોગ સ્ત્રીરોગ ડાયાબિટીસ અને બી.પી માટે એન સી ડી વિભાગ ટીબી વિભાગ તથા એઇડ્સ માટે એ આર ટી સેન્ટર કાર્યરત છે વિશેષરૂપે અહીં HIV પોઝિટિવ દર્દીઓ માટે ડાયાલિસીસ મશીન તેમજ બ્લડ સ્ટોરેજ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે કુપોષિત બાળકો અને તેમની માતાઓ માટે પૌષ્ટિક આહાર સાથેનો વિશેષ વોર્ડ પણ અહીં કાર્યરત છે.

અધિક્ષક તબીબી તજજ્ઞો અને પેરા-મેડિકલ સ્ટાફના સહયોગથી છેલ્લા બે વર્ષમાં હોસ્પિટલની સેવાઓમાં નોંધપાત્ર વધારો થયો છે હાલમાં અહીં દરરોજ ૪૦૦ જેટલા દર્દીઓ સારવાર મેળવે છે અને દૈનિક ૫૦ દર્દીઓના રોગનું નિદાન કરી વધુ સારવાર આપવામાં આવે છે. 

હોસ્પિટલમાં દર મહિને આશરે ૮ જેટલા સી-સેકશન સહિત ૧૩૦ પ્રસુતિ ૧૫,૦૦૦થી વધુ લેબ ટેસ્ટ અને ૩૨૦૦થી વધુ ડાયાબિટીસ-બી.પી.ના દર્દીઓને મફત સારવાર આપવામાં આવે છે. દર શુક્રવારે યોજાતા સ્ત્રી નસબંધી કેમ્પનો ગ્રામ્ય મહિલાઓ લાભ લે છે, જ્યારે PMJAY કાર્ડ હેઠળ દર્દીઓને આર્થિક સહાયનો લાભ પણ મળે છે.આમ આધુનિક તબીબી સુવિધાઓ નિષ્ણાત તબીબો અને સ્ટાફની સેવાઓના પરિણામે જસદણની સરકારી હોસ્પિટલ આજે સમગ્ર તાલુકા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓ માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થઈ રહી છે