error: This Content is protected !!

વિંછીયાના સોમલપર ગામની વાડીના મકાનમાં જુગાર રમતા 14 શખ્સોને રૂ, 2,85,000 ના મુદ્દામાલ સાથે રૂરલ એલ,સી,બી, એ ઝડપી પાડ્યા

જસદણ વિછીયા બોટાદ ભાવનગર અમરેલી ચૉટીલા સાયલા સોમલપર મોઢુકા બંધાળી જનડા પંથકના બાજીગરો પત્તા ટીચતા રંગે હાથ ઝડપાયા

 

પટ્ટ માંથી 10 મોબાઇલ કી 50 હજાર 5 મોટરસાયકલ કી એક લાખ ગંજી પત્તાના 52 પાના ગોળ કુંડાળું કરી રમવા બેસવાનું પાથરણનું કબજે કર્યા

 

જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિંછીયા ના સોમલપર ગામના કાંતિભાઈ ખોડાભાઈ શિયાળની સૉમલપર ગામૅ પોતાની કબ્જા ભોગવટાવાળી વાડી-ખેતરના રહેણાંક મકાનમાંથી કુલ રૂા.૨,૮૫,૬૦૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા કુલ-૧૪ ઇસમોને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ઝડપી પાડ્યા હતા રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર ઍ દારૂ જુગાર ની ગેરકાયદેસર પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા અને દારૂ જુગાર ની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર જે.પી.રાવ ના માર્ગદર્શન તથા પો.સબ.ઇન્સ. પી.એન.ભરવાડની રાહબરી હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસો દારૂ જુગાર ની ગેરકાયદેસર પ્રવૃતિઓ શોધી કાઢવા જસદણ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે જસદણ પો.સ્ટે. વિસ્તારના સોમલપર ગામના કાંતિભાઈ ખોડાભાઈ શિયાળની કબ્જા ભોગવટાવાળી વાડી-ખેતરના રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ-૧૪ ઇસમોને પકડી પાડી જસદણ પો.સ્ટે. જુગાર ધારા-૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટૅ જસદણ પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છૅ જૅમા પકડાયેલ આરોપીઓના કાંતિભાઈ ખોડાભાઈ શિયાળ રહે.સોમલપર તા.વિંછીયા જી.રાજકોટ ભોપાભાઈ જોગાભાઈ રાતડીયા રહે.સોમલપર તા.વિંછીયા જી.રાજકોટ ભુપતભાઈ નાનભાઈ ખાચર રહે.નોલી તા.સાયલા જી.સુરેન્દ્રનગર હસમુખભાઇ લક્ષ્મણભાઇ પ્રજાપતિ રહે.બોટાદ ગઢડા રોડ, હરિદર્શન વાળો ખાંચો તા.જી.બોટાદ ઉમેશ ઘનશ્યામભાઈ રાઠોડ રહે.બોટાદ ભાવનગર રોડ સોરઠીયા વાડી તા.જી.બોટાદ વિપુલભાઈ હકુભાઈ તાવિયા રહે. મોઢુકા તા.વિંછીયા જી.રાજકોટ અંકિતભાઈ મનસુખભાઈ ઉપાધ્યાય રહે.જસદણ ગંગાભુવન ગુરુદેવ પાર્ક શેરી-૦૪ તા.જસદણ જી.રાજકોટ પરેશભાઈ પ્રાણજીવનભાઈ ચાવડાગોર રહે.અમરેલી, ગુણાતીતનગર તા.જી.અમરેલી રામભાઈ ભગુભાઈ વાળા રહે.મોઢુકા તા.વિંછીયા જી.રાજકોટ

 સંજયભાઈ ધીરજલાલ માઢક રહે,ભરત નગર પાંચપરા ઉમા ટેનામેન્ટ, બોટાદ તા.જી.બોટાદ વનરાજભાઈ ભુપતભાઈ જમોડ રહે.જનડા કંધેવાળીયા તા.વિંછીયા જી.રાજકોટ વિજયભાઈ વલ્લભભાઈ તાવિયા રહે. મોઢુકા ગામ મોળીલાપરૂ તા.વિંછીયા જી.રાજકોટ રાજેશભાઇ નાનજીભાઇ રોજાસરા રહે.વિંછીયા સરકારી હોસ્પીટલ પાસે તા.વિંછીયા જી.રાજકોટ ડાયાભાઇ લવજીભાઇ ગોહિલ રહે.બંધાળી તા.વિંછીયા જી.રાજકોટ સહિતનો સમાવેશ થાય છે બાજીગરો પાસેથી ઝડપાયેલ રોકડ રકમ ૧,૩૫,૬૦૦ મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૫૦,૦૦૦ મોટરસાયકલ નંગ-૦૫ કિ.રૂ. ૧,૦૦,૦૦૦ બૅવાનુ પાથરણુ નંગ-૦૧ ગંજીપતાના પાના નંગ-૫૨ સહિત કુલ રૂ, ૨,૮૫,૬૦૦નૉ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જુગારના દરોડા અંગે

કામગીરી કરનાર ટીમ રાજકોટ ગ્રામ્ય LCB ના PI જે.પી.રાવ તથા PSI શ્રી એચ.સી.ગોહીલ, PSI કે.એમ.ચાવડા, PSI આર.વી.ભીમાણી, PSI પી.એન.ભરવાડ તથા ASI બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અમિતસિંહ જાડેજા, તથા HC ધર્મેશભાઇ બાવળીયા, જીતેન્દ્રભાઇ ગોહીલ, વાઘાભાઇ આલ તથા PC અમિતદાન સુરૂ, કાળુભાઇ ધાંધલ, અશોકભાઇ ડાંગર, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિહાર સહિતની ટીમે કામગીરી કરેલ હતી