error: This Content is protected !!

રાજકોટ એસટી વિભાગના જસદણ ગોંડલ વાંકાનેર મોરબી લીંબડી ચોટીલા સુરેન્દ્રનગર ધાંગધ્રા સહિતના ૧૦ ડેપોમાં એપ્રેન્ટીસ ભરતી થશૅ

ડીઝલ, મોટર, મીકેનીક, વેલ્ડર, ઇલેકટ્રીશ્યન, ફીટર ટ્રેડ, કોપા ટ્રેડ, માટે અરજીઓ મંગાવાઇ ધોરણ 10 અને 12 પાસ સાથૅ આઇ ટી આઇ પાસ કરેલું ફરજિયાત છે 

 

 

રાજકોટ જસદણ ગોંડલ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા સહિત વિભાગના ૧૦ ડેપોમાં એપ્રેન્ટીસ ભરતી અંગે અરજીઓ મંગાવવામાં આવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ નિગમ, રાજકોટ વિભાગની એપ્રેન્ટીસોની ભરતી માટે રાજકોટ વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યત્રાલય, ટાયર પ્લાન્ટ - રાજકોટ તથા રાજકોટ, સુરેન્દ્રનગર, લીંબડી, મોરબી, ગોંડલ, ચોટીલા, વાંકાનેર, જસદણ, ધાંગધ્રા, વોલ્વો રાજકોટ ડેપો ખાતે એપ્રેન્ટીસ એક્ટ -૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) ડીઝલ મીકેનીક, (૨) મોટર મીકેનીક, (૩) વેલ્ડર (ગેસ & ઈલેક્ટ્રિક), (૪) ઈલેક્ટ્રીશ્યન, (૫) ફીટર ટ્રેડ માટે ધોરણ ૧૦ પાસ ની સાથે આઈ.ટી.આઈ.પાસ, (૬) કોપા ટ્રેડ માટે ધોરણ ૧૨ પાસની સાથે આઈ.ટી.આઈ. પાસ (NCVT/GCVT ફરજિયાત) ની લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકેની ભરતી કરવાની છે. આથી તા.૦૧/૦૯/૨૦૨૬ થી તારીખઃ ૦૭/૧૦/૨૦૨૬ સુધીમાં મહેકમ શાખા, વિભાગીય નિયામકની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી આ માટેના અરજીપત્રક સમય :૧૧-૦૦ થી ૨ દરમ્યાન મેળવી લેવાના રહેશે તથા ભરેલ અરજીપત્રકો તારીખ ૦૭/૧૦/૨૦૨૬, સમય ૨-કલાક સુધીમાં પરત કરવાના રહેશે