error: This Content is protected !!

જસદણના ભાડલા પોલીસ હેઠળના કડુકામા ઘરકામ મુદે માતા પિતા ઍ ઠપકો આપતા માઠુ લાગી આવતા ઘર છોડી ચાલી ગયેલી બે યુવતી ગોંડલથી મળી આવી

ભાડલા તથા રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ટેકનિકલ સોર્સના આધારે ભેદ ઉકેલ્યૉ પુત્રીઓ સાથે પુનમિલન કરાવતા પરિવારે પૉલીસનૉ આભાર વ્યકત કર્યો

 

 

જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કડુકા ગામૅ રહેતી બે યુવતિઓને ઘરકામ મુદે માતા-પિતાએ ઠપકો આપ્યો હોય જેથી બન્ને માઠું લાગી જતા ઘર છોડી નીકળી ગયેલ હોય જે બાબતની પરિવારને જાણ થયા બાદ શોધખોળ હાથ ધરતા પરંતુ કોઈ ભાળ મળી ન હોવાથી તુરંત પોલીસને જાણ કરતા અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો.દરમ્યાન રૂરલ એલસીબી પીઆઈ રાવ સહિત ટીમે ઝંપલાવી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન બન્ને યુવતિઓ ગોંડલમાં હોવાની માહિતી આધારે તુરંત બન્નેને હસ્તગત કરી પરિવાર સાથે પુન:મિલન કરાવતા માતા-પિતાએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. ગત.તા.૨૫ના કડુકા ગામે રહેતી રવિના કાનજીભાઈ અણીયાળીયા ઉ.૨૩, સ્નેહ કા-જીભભાઈ અણીયાળીયા ઉ.૧૮ ઘરેથી ગુમ થઈ જતા પરિવારે શોધખોળ આદરી હતી.પરંતુ કોઈ ભાળ ન મળતા તેના પિતા કાનજીભાઈએ ભાડલા પોલીસમાં નોંધ કરાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો.દરમ્યાન રૂરલ એલસીબી પીઆઈ રાવ સહિતનો સ્ટાફ ગુમ-અપહરણ થયેલા લોકોને શોધી કાઢવાની કામગીરીમાં હતા.ત્યારે ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી. બાતમી મળી કે કડુકા ગામેથી ગુમ થનાર બન્ને બહેનો ગોંડલમાં હોવાની માહિતી આધારે ટીમે તુરંત બન્નેને હસ્તગત કરી લઈ પૂછતાછ કરતા ઘરકામ મુદે મા-બાપે ઠપકો આપ્યો હોય જેથી માઠુ લાગી આવતા ઘર છોડી નીકળી ગયાનું જણાવેલ હતું.બાદ પોલીસે પરિવાર સાથે બન્ને યુવતિનું - પુન:મિલન કરાવતા આભાર વ્યકત કર્યો હતો.