જસદણના સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા આવતીકાલે બ્રહ્મ સમાજની વાડી ખાતે મહા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
જસદણ શહેરના સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હા રક્તદાન કેમ્પ આવતીકાલે તારીખ 20,9,2026, ને રવિવારના રોજ શાક માર્કેટ પાસૅ બ્રહ્મ સમાજની વાડી ખાતે સવારના સમયે આ રક્તદાન કેમ્પ યોજાશે તો સૌ સ્વૈચ્છિક રક્તદાતાઓએ જરૂરિયાત મંદ દર્દીઓના હિતાર્થે રક્તદાન મહાદાન કરી અન્યની જિંદગી બચાવવા અને પુણ્યનું ભાથું બાંધવા સિદ્ધિ વિનાયક ગ્રુપના દીપકભાઈ વાઘેલા એ અનુરોધ કર્યો છે