જસદણ નગરપાલિકા ભવન ખાતે કાલે સવારે 10 થી 5 વાગ્યા સુધી ‘સેવા સેતુ’ કાર્યક્રમ યૉજૉશૅ 55 જેટલી સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળે મળશે
વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે લેવા ચીફ ઓફિસર મેહુલ જોધપુરા પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ભાજપ પ્રમુખ વિજય રાઠોડની અપીલ
જસદણ નગરપાલિકા ભવન ખાતે આવતીકાલે સવારે 10 થી સાંજના પાંચ વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમ યૉજાશૅ 55 જેટલી વિવિધ યોજનાઓનૉ નાગરિકૉનૅ એક જ જગ્યાએ લાભ લેવા પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તથા ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુર શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ. એ અનુરોધ કર્યો છે આ
‘સેવા સેતુ’ કાર્યક્રમમાં 55 જેટલી સૅવાઑ આ મુજબ છે આધાર નોંધણી તથા આધાર કાર્ડમાં સુધારા, રેશનકાર્ડમાં નામ દાખલ-કમી તથા સુધારા, રેશનકાર્ડ e-KYC, જાતિ અને આવકના દાખલા, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, જન્મ-મરણ તથા લગ્ન નોંધણી પ્રમાણપત્ર સહિતની સેવાઓ ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત કુંવરબાઈનું મામેરું, ફ્રીશીપ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, PM-JAY, હેલ્થ વેલનેસ કાર્ડ, નવા ઘરેલુ વીજ જોડાણની અરજી જેવી સેવાઓનો પણ લાભ મળશે.
બેન્કિંગ સંબંધિત સેવાઓમાં બેન્ક એકાઉન્ટ ખોલાવવું, આધાર-બેન્ક લિંક, મોબાઈલ નંબર લિંક, જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
મહેસૂલ અને નગરપાલિકા સંબંધિત સેવાઓમાં 7/12 અને 8-અના પ્રમાણપત્રો, વારસાઈ અરજી, મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા, પાણી-ડ્રેનેજ કનેક્શન, ટોઈલેટ અરજી, PM આવાસ યોજના (શહેરી), PM સ્વનિધિ યોજના સહિતની કામગીરી કરવામાં આવશે.
સામાજિક સુરક્ષા અને દિવ્યાંગ કલ્યાણ અંતર્ગત રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ તથા દિવ્યાંગ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, દિવ્યાંગ બસ કન્સેશન પાસ, UDID કાર્ડ રજિસ્ટ્રેશન, વિધવા સહાય, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર સહિતની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત સાતબાર-આઠઅના દાખલા, અનુસૂચિત જાતિની સેવાઓ, ડો. આંબેડકર આવાસ યોજના, શ્રવણ તીર્થ યોજના, ICDS બાળકોના આધાર કાર્ડ તથા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓ પણ સ્વીકારવામાં આવશે આ કાર્યક્રમથી જસદણ શહેરના નાગરિકોને વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાધા વિના એક જ સ્થળે અનેક સેવાઓનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.