error: This Content is protected !!

સુરત રહેતી પરણીતાને પૈસાની લ્હાયમાં પતિએ પત્નીને બે બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકતા આકડીયાના સાસરીયાંઓ સામે જસદણમા ફરિયાદ નોંધાઇ

પતિ, સાસુ અને સસરા બેફામ મારમારતા, પિયર ચાલી ગયેલ પરિણીતાને છૂટાછેડા લેવા બાળકોને મારી નાંખવાની ધમકી પણ આપી 

 

હાલ સુરત રીસામણે માવતર રહેતી પરિણીતાને બાળકો સમેત પતિએ ઘરમાંથી કાઢી મુક્તા જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. પતિ, સાસુ અને સસરા બેફામ મારમારતા અને પિયર ચાલી ગયેલ પરિણીતાને છૂટાછેડા લેવા બાળકોને મારી નાંખવાની ધમકી પણ આપતા આંકડીયા રહેતાં સાસરીયાઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી.બનાવ અંગે હાલ સુરત રહેતી અને મૂળ જસદણના ગોખલાણા ગામની વતની ઉષાબેન અલકેશભાઈ લોરીયા (ઉ.વ.૩૦) એ પતિ અલકેશ કિશોરભાઈ લોરીયા, સસરા કિશોર ધીરુ લોરીયા અને સાસુ શોભનાબેન લોરીયા (રહે. આંકડીયા, વિંછીયા) વિરુદ્ધ શારીરિક અને માનસીક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણીના લગ્ન ૨૦૧૫ માં અલકેશભાઈ સાથે થયેલ જેનાથી મારે સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. તેણી છેલ્લા આઠક માસથી પિયર ખાતે રહે છે. તેણી પતિ અલકેશભાઈ, સસરા કિશોરભાઈ તથા સાસુ શોભનાબેન સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. લગ્ન બાદ બે ત્રણ માસ લગ્ન જીવન સારી રીતે ચાલેલ તે બાદ કામકાજ બાબતે તથા સાસુનું એક્સિડન્ટ થતા પૈસા બાબતે પતિ તથા સાસુ સસરા અવારનવાર મેણા ટોણા મારી શારીરિક તથા માનસિક ત્રાસ આપવા તે બાદ પતિ અવારનવાર પિયર ખાતે લાગેલ હતાં. રીસામણે મૂકી જતાં અને સાસુ સસરા કરીયાવરમાં કંઈ નથી લાવી જેથી તારા ચઢામણીથી આ ત્રણેય અવારનવાર પિયરમાંથી પૈસા લેતી આવજે નહીંતર પાછી આવતી નહીં તેમ કહી અવારનવાર પિયર મૂકી જતાં અને પિતાની આબરૂના ભયથી તેણી પાછી સાસરે જતી અને મુંગા

મોઢે શારીરિક અને માનસિક ત્રાસ સહન કરતી હતી. આઠેક માસ પહેલા સાસુ-સસરા, પતિએ નાના છોકરાની વાતમાં આવી તેણીને માર મારી ગાળો આપીઘરેથી કાઢી મુકેલ ત્યારથી તેણી છોકરાઓ સાથે પિયરમાં પિતા સાથે રહે 

ત્યાં પણ આ લોકો અવારનવાર છૂટાછેડા નહીંતર તને અને તારા છોકઓને મારી નાખીશ એમ ધમકીઓ આપી અને કરિયાવર બાબતે અવારનવાર મેણા ટોણા મારી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા અંતે ફરીયાદ નોંધાવી હતી.