error: This Content is protected !!

અડધી રાતે જાનુડીને મળવા જવું યુવકને ભારે પડ્યું પરિવારે પકડીને ઊંધો લટકાવી દીધો ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ

પરણીત યુવકને પ્રેમ પાંગરતા જૉયાજૅવી થઈ સહારનપુર જિલ્લાના મિરઝાપુર થાણા વિસ્તારમાં પ્રેમ સંબંધની ચોકાવનારી ઘટના સામે આવી 

 

 

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં પ્રેમ સંબંધને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મિર્ઝાપુર થાણા વિસ્તારના કાસિમપુર ગામમાં પોતાની પ્રેમિકાને મળવા ગયેલા એક પરિણીત યુવકને યુવતીના પરિવારજનોએ પકડી લીધો હોવાનો આરોપ છે. ત્યારબાદ યુવકને દોરડાથી ઊંધો લટકાવીને મારપીટ કરવામાં આવી હોવાની વાત સામે આવી છૅ

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે વાયરલ વીડિયોમાં એક યુવક દોરડાની મદદથી ઊંધો લટકતો જોવા મળે છે, જ્યારે આસપાસ કેટલાક લોકો હાજર હોવાનું દેખાય છે. જોકે યુવકને કોણે બાંધ્યો અને મારપીટમાં કોણ-કોણ સામેલ હતું તે અંગે હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

માહિતી મુજબ ઘટના ૯ સપ્ટેમ્બરની રાત્રે બની હતી. મિર્ઝાપુર વિસ્તારનો રહેવાસી પરિણીત યુવક કાસિમપુર ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. તે યુવતીને મળવા ગામમાં પહોંચ્યો હતો, પરંતુ તેની જાણ યુવતીના પરિવારજનોએ

કરી લીધી હતી. ત્યારબાદ યુવકને પકડીને તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાનું કહેવાય છે.

૫ લાખ રૂપિયાના સોદાની ચર્ચા યુવકના પરિવારજનોએ રાત્રે ઘરે ન પહોંચતાં તેની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં તેમને યુવક કાસિમપુરમાં હોવાની માહિતી મળી. પરિવારજનોએ ગામમાં પહોંચીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન યુવકને છોડાવવા માટે આશરે ૫ લાખ રૂપિયાની માંગણી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં ૩ લાખ રૂપિયા યુવતીના પરિવારજનોએ અને ૨ લાખ રૂપિયા કથિત વચ્ચેટિયાઓ દ્વારા લેવાના હતા તેવી ચર્ચા છે. જોકે આ નાણાકીય લેવડદેવડ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે

ગંભીર મારપીટના આરોપો હોવા છતાં તરત જ ગુનો નોંધાયો નહોવાનું કહેવામાં આવી રહ્યું છે.કેટલાક લોકો પોલીસ પર મામલો દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ મૂકી રહ્યા છે, પરંતુ તેની પણ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતાં તેને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. પોલીસ હાલમાં પીડિત યુવકની પૂછપરછ કરી રહી છે અને વાયરલ વીડિયો સહિત સમગ્ર ઘટનાક્રમની તપાસ હાથ ધરી છે.

મિર્ઝાપુર પોલીસના જણાવ્યા મુજબ, હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. કરિયાદ મળ્યા બાદ અને તપાસમાં આરોપો સાચા સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે યુવકને ઊંધો લટકાવીને મારનાર લોકો કોણે કોણ હતા અને ૫ લાખ રૂપિયાની માંગણીના દાવામાં કેટલી સચ્ચાઈ છે. આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે