ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનૅ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા જસદણ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ભાજપ પ્રમુખ વિજય રાઠોડ
આજે 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પનોતા પુત્ર અનૅ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય અને લોકકલ્યાણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તથા જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુ અને નિરોગી જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી આતકૅ જીતેન્દ્રભાઈ તથા વિજયભાઈએ સંયુક્તમાં જણાવ્યું હતું કે પીઍમ નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતાની સેવા અને રાષ્ટ્રના વિકાસને કેન્દ્રમાં રાખીને સતત કાર્ય કર્યું છે. તેમના નેતૃત્વ હેઠળ દેશ વિવિધ ક્ષેત્રોમાં વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. જનસેવા અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે તેઓ સતત કાર્યરત છે. વડાપ્રધાનના જન્મદિવસને સેવા અને જનકલ્યાણ સાથે જોડીને સમાજના જરૂરિયાતમંદ લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે અને વધુમાં વધુ લોકો તેમાં જોડાય તેવો સંદેશ પણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઇ છાયાણી તથા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ આપ્યો હતો