error: This Content is protected !!

મોટા દડવામા બળધોઈ જવાના રસ્તે નજીવી બાબતે યુવાન પર ચાર શખસોઍ પાઈપ લાકડીથી હુમલો કરતા આટકૉટ પૉલીસમા ગુનો નોંધાયો

મારા પુત્રએ તને માર માર્યો છે તેવી ખોટી વાતો કેમ કરો છો કહી યુવાનને પાટુ મારી લોખંડનો પાઇપ માર્યો પત્ની વચ્ચે પડતા તેને લાકડી ફટકારી

 

આટકોટ નજીકના મૉટા દડવા ગામે રહેતા યુવાનને ચાર શખસોએ પાઈપ-લાકડી વડે મારમાર્યો હતો. યુવાનને છોડાવવા વચ્ચે પડેલી તેની પત્ની સાથે પણ મારકૂટ કરી હતી. બનાવ અંગે આટકોટ પોલીસે મોટા દડવા ગામના ચાર શખસો સામે ગુનો નોંધ્યો છે આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના મોટા દડવા ગામે હમીરપરામાં રહેતા ભૂપતભાઈ બાબુભાઈ સોલંકી ઉ.વ.૩૫ એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વીજા કરજીભાઈ તેનો પુત્ર, લાલો કાળુભાઈ, બિપિન કાળુભાઈ તમામ રહે. મોટા દડવા તાલુકૉ ગોંડલનું નામ આપ્યા છે યુવાને જણાવ્યું હતું

કે, ગઈ તા- ૧૫/૦૯/૨૬ના સાંજના સમયે તે તથા તેનો દીકરો ભરત બંને બળધોઈ જવાના રસ્તે પુલ પાસે ઉભા હતા. ત્યારે ગામના વિજાભાઈનો દીકરો પણ બાજુમાં ઉભો હતો. જેને જોઈને મારા દીકરાએ વાત કરી હતી કે, બાપુ તમને અગાઉ બે ત્રણ મહીના પહેલા માર્યા હતા તે ઉભા છે. જે વાત વિજાભાઈના દીકરાએ સાંભળી હતી. બાદ યુવાન તથા મારો દીકરો ઘરે આવતા રહેલ હતા. સાંજના આશરે સાડા સાત વાગ્યે યુવાન જમવા બેઠો હતો અને પત્ની બાજુમાં રસોઈ બનાવતી હતી. તે સમય દરમિયાન ગામના વિજાભાઈ કુરજીભાઈ કોળી આવ્યા હતા અને ગાળો આપી કહેવા લાગ્યા હતા કે કેમ તું મારા દીકરાને અગાઉ તને માર્યો તેવી ખોટી વાત કરે છે તેમ કહી મને પાટુ માર્યું હતું. બાદ લાલો કાળુભાઇ તથા બીપીન કાળુભાઇ ધસી આવ્યા હતા. ત્યારે લાલાના હાથમાં રહેલ લોખંડનો પાઈપ યુવાનને ડાબા પગે મારી દીધેલ હતો. બીપીને લાકડીના ઘા મારા બંને પગમાં મારી દીધેલ હતા.

યુવાનની પત્ની વચ્ચે પડતા બીપીને યુવકની પત્ની પૂનમને હાથમાં, પીઠના ભાગે તથા માથાના ભાગે લાકડી મારી હતી. દરમિયાન વિજાભાઈનો દીકરો પણ ધસી આવ્યો હતો બાદ ચારેય શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર મારેલ હતો. ત્યારબાદ ચારેય હુમલાખોરો નાસી ગયા હતા.