error: This Content is protected !!

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજથી બે દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસે સેવાસેતુ કાર્યક્રમ, રોજગાર મેળો અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

વિંછીયાના ભડલીમાં સેવા સેતુ કાર્યક્રમ જસદણના કુંદણીમાં રોડનુ ખાતમુરત કમળાપુર મંડળીની સાધારણ સભામાં માલવયા કોલેજમાં રોજગાર મેળામાં હાજરી આપશે

 

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ આજૅ તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ વીંછિયા તાલુકામાં ભડલી ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અનૅ કાલૅ તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ રાજકોટની પી.ડી.માલવીયા કોલેજ ખાતે આયોજિત મેગા રોજગાર મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ મંત્રી બાવળીયા જસદણ તાલુકાના કુંદણી ગામે રોડના ખાતમુહૂર્ત પ્રસંગે અને કમળાપુરમાં આયોજિત કિસાન સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે