error: This Content is protected !!

જસદણ નગરપાલિકાના નવા બિલ્ડીંગ માં સુપરવાઇઝરે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી સફાઇ કામદાર પર દુષ્કર્મ આચરતા ચકચાર આરોપીની ધરપકડ

જસદણ પાલિકાના નવા બિલ્ડીંગ ભવનમાં એક સુપરવાઈઝર સામે ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાની મહિલા સફાઈ કામદારે ફરિયાદ કરતાં ચકચાર મચી છે. જસદણ નગરપાલિકાની નવા બની રહેલી ઈમારતમાં કામ કરવા બોલાવ્યા બાદ મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે પહોંચી તા સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી ધરપકડ કરાઈ છૅ જો કે દોઢ વર્ષથી ડર અને બદનામીના ભયના લીધૅ મૌન રહેલી મહિલાએ અંતે પતિને આપવીતી જણાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. દોઢ વર્ષ પહેલા જ્યારે જસદણ નગરપાલિકાનું નવું બિલ્ડિંગ બની રહ્યું હતું, ત્યારે ભોગ બનનાર મહિલા કર્મીને ત્યા સફાઈ માટે મોકલવામાં આવતી હતી 

આ દરમિયાન સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા ત્યાં વિઝીટના બહાને આવ્યો હતો અને મહિલા સાથે ઈરાદાપૂર્વક જબરજસ્તીથી દુષ્કર્મ કર્યું હતું. અને દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપી સુપરવાઈઝરે મહિલાને ધમકી આપી હતી કે, જો તું આ વાત કોઈને કહીશ તો તને અને તારા પતિને નોકરીમાંથી છૂટા કરી દઈશ. સંતાનોનું ભવિષ્ય અને સમાજમાં બદનામીના ડરથી મહિલાએ આ વાત ગુપ્ત રાખી હતી. જોકે, આરોપી સુપરવાઇઝર વારંવાર મહિલાને પરેશાન કરતો હતો અને ફરી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો આથી મહિલાએ ફરિયાદ નોંધાવવાની હિંમત કરી હતી. બીજી તરફ પોલીસે આરોપીને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે