error: This Content is protected !!

બાબરાના લુણીધારની શ્રી એજ્યુકેશન કેમ્પસ ટીમ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બની રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજો નંબર આવતા બ્રોન્ઝ મેડલ મળ્યો

બાબરા તાલુકાની લુણીધાર ની શ્રી એજ્યુકેશન કેમ્પસ ની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ વિજૅતા બનતા ખુશીનો માહોલ છવાયો છે તાજેતરમાં ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય નેટ બોલ અંડર ૧૭ તેમજ અન્ડર ૧૪ ભાઈઓ બહેનો શ્રી એજ્યુકેશન કેમ્પસ લુણીધાર શાળામાંથી નાદેડ ખાતે મહારાષ્ટ્ર રમવા ગયેલા હતા. જેમાં ગુજરાતની અન્ડર ૧૭ બહેનોની ટીમનો સમગ્ર ભારતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. જે ટીમમાં શ્રી એજ્યુકેશન કેમ્પસ

લુણીધારની બે બહેનોએ સરસ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ શાળાની બાંધાણી કાવ્યા અને રામાણી, નિધિએ આ જોરદાર પ્રદર્શન દ્વારા શાળા

તેમજ જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધારેલું . છે તે માટે કોચ મનીપભાઈની સખત મહેનતુ તેમજ કેમ્પસના ટ્રસ્ટી મહેશભાઈ પાઠકનો સાથ સહકાર રંગ લાવ્યો હતોઆ સફળતા બદલ કેમ્પસ ડિરેક્ટર મેહુલભાઈ પાઠક, આચાર્ય તુષારભાઈ પાઠક તેમજ શાળાના સ્ટાફ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી.