લઠ્ઠા કાંડ બાદ અસલી દારૂની માંગ વધી ગીફટ સીટીમાં ૧૫ ગણુ વૅચાણ વધ્યુ એક વર્ષમાં ૫૬૩૮નૉ દારૂ વેચાયો વિધાનસભામાં માહિતી જાહેર
લઠ્ઠા કાંડ બાદ અસલી દારૂના વેચાણમાં ઉછાળો નોંધાયો છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરુ કરાયા બાદ વિદેશી દાસનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ ૨૦૨૪-૨૫ના એક વર્ષમાં જ ૫૫, ૧૩૮ લિટર વિદેશી દારુ જ્યારે બે વર્ષમાં ૬૦ હજાર લિટરથી વધુ વિદેશી દારુ વેચાયો છે.
ગિફ્ટ સિટીમાં આવેલી કોર્પોરેટ ઑફિસો અને ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઑફિસ સાથે દેશ-વિદેશના લોકોની, ઉદ્યોગપતિઓની તથા અધિકારીઓની અવરજવર વધુ હોય છે, ત્યારે સરકાર દ્વારા ગિફ્ટ સિટી પ્રોજેક્ટને આગળ વધારવા માટે વાઇન એન્ડ ડાઇન કે સિલિટી શરુ કરવામાં આવી હતી. આ ફેસિલિટી શરુ થવા સાથે વિદેશી દારુનું સેવન અને વેચાણ બંનેમાં વધારો થયો
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના. જવાબમાં ગૃહવિભાગ દ્વારા વિગતો આપવામાં આવી હતી કે ૩૧ જુલાઈ ૨૦૨૬ની સ્થિતિએ ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એરિયા અંતર્ગત ૧ ઓગસ્ટ, ૨૦૨૪થી ૩૧ જુલાઈ, ૨૦૨૫ સુધીના એક વર્ષમાં ૩,૭૧૬.૨૮ લિટર વિદેશી દારુ વેચાયો હતો. જ્યારે ૧ ઓગસ્ટ. ૨૦૨૫થી ૩૧ જુલાઈ. ૨૦૨૬ સુધીના એક વર્ષમાં જ આ આંકડો વધીને ૫૫,૬૩૮.૧૯ લિટર વિદેશી દારુ પર પહોંચી ગયો હતો. આમ એક જ વર્ષમાં અનેક ગણું દારુનું વેચાણ વધ્યું
હતુ. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીના વ્યાપ-વિસ્તાર માટે ડિસેમ્બર ૨૦૨૩માં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરુ કરી હતી. જેમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ તેમજ ક્લબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને નક્કી કરેલા એરિયામાં કર્મચારીઓને તેમજ બહારથી આવનારા લોકોને ત્યાં જ બેસીને પીવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. એક જ વર્ષમાં એકસાથે આટલા મોટા પ્રમાણમાં વેચાણ વધવાને કારણે બે વર્ષમાં આ વિદેશી દાસના વેચાણથી સરકારને ૮૭.૩૯ લાખ સપિયાથી વધુની આવક પણ થઈ ચૂકી છે