જસદણ આઈ.ટી.આઈ. ખાતે તાલીમ રોજગાર ભરતી મેળો યૉજાયૉ 50 તાલીમાર્થીઓએ ભાગ લીધો
જ્યોતિ સી.એન.સી., મારુતિ સુઝુકી તથા મલ્ટીટોન પોલીપેક કંપનીમાં ૪૭ તાલીમાર્થીઓની પસંદગીઓ થઈ
જસદણ સ્થિત આઈ.ટી.આઈ. કેમ્પસ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્યોતિ સી.એન.સી મારુતિ સુઝુકી તથા મલ્ટીટોન પોલીપેક કંપનીઓ સહભાગી બની હતી. આ કેમ્પસ ભરતીમાં આશરે ૫૦ જેટલા તાલીમાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. કંપનીઓ દ્વારા તાલીમાર્થીઓની લાયકાત અને જરૂરીયાત મુજબ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જ્યોતિ સી.એન.સી. દ્વારા ૨૪ તાલીમાર્થીઓ, મારુતિ સુઝુકી કંપની દ્વારા ૧૮ તેમજ મલ્ટીટોન પોલીપેક કંપનીમાં ૦૫ તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. ભરતી મેળામાં તાલીમાર્થીઓની સફળતાપૂર્વક પસંદગી થતા આઈ.ટી.આઈ. જસદણ દ્વારા યુવાનોને રોજગારની તકો પૂરી પાડવામાં આવી છે.