ત્રંબા લૉક મેળાના અંતે નિરાશ નાના વેપારીનો તમામ માલ ખરીદી પીઆઈ ઍચ ઍન પટૅલૅ લૉકૉના દિલ જીત્યા કાબીલેદાદ કામગીરીની પ્રશંસા
આખો દિવસ મહેનત કરવા છતાં સિંગ અને રેવડી ન વેંચતા વેપારી નિરાશ થઈ ગયો હતો વેપારીના ચહેરા પર ખુશીઓનો મેળો છવાયો
ત્રંબા ખાતે યોજાયેલો મેળો પૂર્ણ થયા બાદ સૌ કોઈ પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. જોકે, મેળો પૂરો થઈ ગયો હોવા છતાં પણ સીંગ-રેવડીનો માલ ન વેચાતાં એક નાના વેપારીના ચહેરા પર ભારે નિરાશા છવાઈ હતી. આખો દિવસ મહેનત કરવા છતાં ધાર્યો વેપાર ન થવાથી પરિવારનું ગુજરાન ચલાવવાની ચિંતા તેને સતાવી રહી હતી.આ દૃશ્ય જોઈ ત્યાં ફરજ પર હાજર આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન.પટેલે અત્યંત
સંવેદનશીલતા દાખવી હતી. વેપારીની લાચારી અને ચિંતા સમજીને તેમણે કોઈ પણ વિલંબ વગર વેપારી પાસે રહેલો તમામ સીંગ-રેવડીનો જથ્થો પોતે જ ખરીદી લીધો હતો. પોલીસ અધિકારીના આ ઉમદા અને
માનવતાવાદી કાર્યથી નાના વેપારીના ચહેરા પર ફરી ખુશીઓનો મેળો છવાઈ ગયો હતો.મેળો પૂર્ણ થયો હોવા છતાં રાજકોટ પોલીસની આ કાબિલેદાદ કામગીરીની સ્થાનિક લોકો અને સમગ્ર વેપારી આલમમાં ભારે પ્રશંસા થઈ રહી છે.