વીંછિયાના અમરાપુર સતરંગ ધામ ખાતે ભાદરવી બીજ નિમિત્તે સાંસ્કૃતિક લોકડાયરા ધૂન ભજનમા મંત્રી બાવળીયાઍ ઉપસ્થિત રહી હરિરામબાપુ ના આશીર્વાદ મેળવ્યા
ભાદરવી બીજના પવિત્ર દિવસે વીંછિયા તાલુકાના અમરાપુર આવૅલ સતરંગ ધામ ખાતે વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ દર્શન ધૂન ભજન નો લાભ લીધો હતો સતરંગ ધામના મહંત શ્રીહરિ રામબાપુ ના આશીર્વાદ મેળવ્યા હતા ભાદરવી બીજ નિમિત્તે શ્રી સતરંગ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક લોક ડાયરા તથા ધાર્મિક અને ભક્તિમય વાતાવરણમાં ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરાપુરના જય અંબાજી ધૂન મંડળ તેમજ માધવીપુરના સંકટ મોચન હનુમાન મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક ધૂન કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તોએ ભજન-કિર્તન અને ધૂનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બંને ધૂન મંડળના સભ્યો દ્વારા ભક્તિમય માહોલ સર્જવામાં આવ્યો હતો. સતરંગ ધામ ખાતે ભાદરવી બીજના પાવન પર્વ નિમિત્તે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાયું હતું