error: This Content is protected !!

રાષ્ટ્રીય બજરંગદળ ના રાજકોટ જિલ્લા અધ્યક્ષ પદૅથી દીપકભાઈ વાઘેલાનું રાજીનામું આંતરિક વિખવાદ કરણભૂત

જસદણના સામાજિક કાર્યકર અને રાષ્ટ્રીય બજરંગ દળના રાજકોટ જિલ્લા અધ્યક્ષ દીપકભાઈ વાઘેલા ઍ આંતરિક કારણોસર અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે 

રાજીનામા પત્રમાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય બજરંગ દળના નેતૃત્વ ને જણાવવાનું કે મારું નામ દીપકભાઈ શામજીભાઈ વાઘેલા છે. હું રાષ્ટ્રીય બજરંગ દળ, રાજકોટ જિલ્લા અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મને મારી ફરજમાંથી મુક્ત કરવા વિનંતી કરું છું. હું મારા જિલ્લા અધ્યક્ષ પદેથી રાજીનામું આપું છું. તેથી મારું આ રાજીનામું સ્વીકારશો એવી મારી નમ્ર વિનંતી છે રાજીનામું આપવા પાછળનું આંતરિક વિખવાદ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે