error: This Content is protected !!

ગુજરાતમાં દુકાન-મોલ-રેસ્ટોરન્ટ હૉટલૉ ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે પોલીસ કે અન્ય સ્થાનિક ઓથોરિટી બંધ નહીં કરાવી શકે

સ્વચ્છતા ટ્રાફિક અને સલામતીની ચોકસાઈ રાખવી પડશે કામદારોના હક યથાવત ઍકમૉઍ વેતન અને રજાના કલાકો આરામ સહિત નિયમ મુજબ પાલન કરવું પડશે 

 

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં રાજ્યના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે મહત્વપૂર્ણ સુધારા કરતું ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સુધારા વિધેયક, ૨૦૨૬ પસાર કરવામાં આવ્યું છે. નવા ફેરફારોનો હેતુ વેપાર-ધંધા માટેની પ્રક્રિયા સરળ બનાવવાનો અને સરકારી મંજૂરીઓમાં સમય ઘટાડવાનો છે. ખાસ કરીને દુકાનો, મોલ, હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે જેવા વ્યવસાયોને લઈને મહત્વપૂર્ણ રાહત આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના આ સત્રમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ બિલ સહિત અનેક મહત્વના બિલ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે ગુમાસ્તા ધારા સંબંધિત કાયદામાં આ માટે મહત્વનો સુધારો કર્યો છે. વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રજૂ કરાયેલા સુધારા બાદ માત્ર સમયમર્યાદાના કારણસર પોલીસ કે સ્થાનિક સત્તાધિકારી આવા એકમોને બંધ કરાવી શકશે નહીં. જોકે, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીને લગતા નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે કામદારોના હક્કો યથાવત રહેશે કામદારોના હકો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં કામદારોની રજા કામના કલાકો વેતન આરામ નિયમ મુજબ આપવા પડશે