error: This Content is protected !!

જસદણ પાલિકાના વર્ગ ચાર ના કર્મચારી ભરતભાઈ ગોહિલને શિક્ષકની પોસ્ટ મળતા રામેશ્વર મંદિર ખાતે પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણી સહિત આગેવાનો સાધુ સંતો દ્વારા સન્માન

જસદણ નગરપાલિકામાં વર્ગ ચારના કર્મચારી તરીકે સુંદર અને સારી એવી સેવા ફરજ બજાવનાર વર્ગ ચારના કર્મચારી ભરતભાઈ ગોહિલને શિક્ષક તરીકે બઢતી મળતા રામેશ્વર મંદિર ખાતે જસદણ પૂર્વ પાલિકા પ્રમુખ ભરતભાઈ છાયાણી તથા આગેવાનો સાધુ સંતો એ સન્માન કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી એક નાના કર્મચારીને શિક્ષક તરીકેની પોસ્ટ મળતા ભરતભાઈ ગોહિલને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી પૂર્વ પ્રમુખ ભરતભાઈ છાયાણી પૂર્વ નગરસેવક નરેશભાઈ ચોહલીયા યુવા ભાજપના ઉપપ્રમુખ કરણભાઈ બાવળીયા પાટીદાર સમાજના અગ્રણીઓ લાલજીભાઈ કોટડીયા સંભુભાઈ સોજીત્રા છગનભાઈ લખપતિ અશ્વિનભાઈ ઠોળીયા વિનુભાઈ મુંગળા રાઘવભાઈ કાકડીયા હંસરાજભાઇ ટાઢાણી દેવશીભાઈ છાયાણી ચંદુભાઈ રાદડિયા દિનેશભાઈ કોટડીયા નારાયણભાઈ ઢોલરીયા ડાયાભાઈ સુખડિયા મહેશભાઈ મીઠાપરા વલ્લભભાઈ વિસલપરા રમેશભાઈ ઢોલરીયા હેમંતભાઈ તથા સાધુ સંતો એ ભરતભાઈ ગોહિલનૅ સાલ ઓઢાડી ફુલહાર થી સ્વાગત કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી આ સમગ્ર આયોજન ગોખલાણા રોડ રામેશ્વર મંદિર ખાતે મંદિરના સેવક ભરતભાઈ છાયાણી દ્વારા કરવામાં આવ્યું હતું