ભારતના મહાન શિક્ષક શાસ્ત્રી રાધા કૃષ્ણનનૉ જન્મદિવસ એટલે આજે શિક્ષક દિવસ જીવનના ભવસાગરને પાર કરવામાં મદદ કરનાર તમામ શિક્ષકોને વિનોદ વાલાણીના વંદન
વિશ્વના શિક્ષણ શાસ્ત્રીઓમાં સર્વોપરી એવા ભારતના મહાન શિક્ષણ શાસ્ત્રી તત્વચિંતક રાધાકૃષ્ણનના જન્મદિવસે આજે સ્વતંત્ર ભારત શિક્ષક દિન તરીકે ઉજવણી કરે છે, આપણા જીવન માટે આપણે માતા-પિતાના ઋણ છીએ પરંતુ આ જીવનને ઘડવા માટે આપણે આપણા શિક્ષકોના ઋણી છીએ, શિક્ષણ એટલે સદગુણોનો વિકાસ, આદર્શ શિક્ષકો જીવન જીવવાની કળા શીખવે છે અને શ્રેષ્ઠ વિદ્યા ઉત્તમ નાગરિકોનું નિર્માણ કરે છે અને વિદ્યાદાનથી જીવન ઉજ્જ્વળ બને છે, વિદ્યાર્થીઓમાં શિક્ષણ ઉપરાંત ચારિત્ર્ય ઘડતરમાં શિક્ષકો હંમેશા પ્રેરણાદાયી રહેશે અને શ્રેષ્ઠ શિક્ષકોએ દેશના ભાવિ નાગરિકો વિદ્યાર્થીઓમાં વાત્સલ્ય કરુણા અને શિસ્તનું અમી સિંચન કરી જ્ઞાનનો ભંડાર આપ્યો ભવિષ્ય માટે તૈયાર કર્યા જે ઉપકાર કર્યા તેના માટે આભાર માટે શબ્દો ઓછા પડે એવા વિદ્યા વાડીના વિકસતા રંગબેરંગી પુષ્પોના સિંચન અને જતન કાજે માળી નું કામ નિષ્ઠાથી કામ કરતા શિક્ષકોના ઉમદા કાર્યોને વંદન.