સાધના આરાધના અને ઉપાસના નો મહાપર્વ એટલે માંના નવલા નોરતા નવરાત્રીની સર્વે માઇ ભકતોને શુભકામનાઓ ઓ પાઠવતા પંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણી
માંના નવરાત્રીના પાવન પર્વે માં જગદંબાની આરાધના સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય લઈને આવે અને સદબુદ્ધિ આપે સાથે શ્રદ્ધાનો દીવો પ્રગટાવીએ અને મનમાંથી અંધકાર દૂર ભગાવીએ , માની ભક્તિમાં શક્તિ છે અને સારા કર્મોમાં જીવનની સાચી ભક્તિ છે, નવરાત્રી એ આપણી સંસ્કૃતિ પરંપરા અને માતાજીની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે આ પર્વ પર સૌના જીવનમાં નવી આશા નવી ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર કરે દરેક સમાજમાં ભાઈચારો એકતા અને સદભાવનાની ભાવના વધુ મજબૂત બને આ પર્વમાં સામાજિક સમરસતા અને જનમંગલની શુભભાવના થી સર્વ સમાજમાં સામાજિક સમરસતાના દર્શન જોવા મળે છે અને દરેક સમાજ એક સૂત્રતાના તાંતણે બંધાય છે, પાંચાળ પ્રદેશના ગામડા ગામ નો પ્રાચીન ગરબો આજે પાંચાળની દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિ અને અસ્મિતા ની ઓળખ ઊભી કરી વિશ્વમાં વહાલો થઈ ઘુમવા લાગ્યો છે, જે ગરવી ગુજરાતમાં સંસ્કૃતિ અને અસ્મિતાની ઓળખ અને નવલુ નજરાણું છે, નવરાત્રી શક્તિ પૂજા અને સ્ત્રી શક્તિના સામર્થ્યના સ્વીકારનો અને મહાશક્તિની વંદના નો ઉત્સવ છે તેમ દરેક જ્ઞાતિઓને એક સૂત્રતાના તાંતણે બાંધી સામાજિક સમરસતાના હિમાયતી પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ અને પાંચાળ સર્વ જ્ઞાતિ એકતા સમિતિ પ્રમુખ વિનોદભાઈ વાલાણી એ સૌ પાંચાળ પ્રદેશ વાસીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી છે