error: This Content is protected !!

જસદણ પંથકમાં શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી ચિતલીયા ડુંગરનૉ લૉક ભાતીગળ મેળૉ માણવા માણીગરો ઉમટી પડ્યા

શ્રદ્ધાળુઓએ શ્રીફળ ચૂંદડી અને કુલૅર નો પ્રસાદ ધરી ભાવિકૉ ના વહેલી સવારથી જ શીતળા માતાના જય ધૉષ થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું  

 

જસદણ આટકોટ નજીકના ચીતલીયા ગામે આવેલા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમનો તહેવાર ભારે આસ્થા અને ભક્તિ ભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ડુંગર ઉપર બિરાજતા પ્રાચીન માતાના મંદિરે વહેલી સવારથી જ શીતળા માતાના જય ધૉષથી મંદિર ગુંજી ઉઠ્યું હતું સાથે ડુંગર ઉપર ભવ્ય અને ભાતીગળ લોક મેળો યોજાયો હતો, જેમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. ભાતીગળ મેળા સૌરાષ્ટ્રની આગવી ઓળખ બની રહી છે. મેળાના અનુસંધાને જસદણ તથા આટકોટ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ટ્રાફિક ન થાય તેને લઈ પોલીસ દ્વારા વન વે જાહેર કરી દેવાતાં ટ્રાફિક જામ થયો ન હતો અને ભાવિકોને સરળતા રહી હતી. જસદણના આદ્ય શક્તિ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. શીતળા માતાજીના મંદિરે ભક્તજનોની ભીડ જામી હતી માતાજીને ભાવીકો દ્વારા માતાજીનૅ શ્રીફળ ચુંદડી અને ખાસ કરી કુલૅર નો પ્રસાદ ધરવામાં આવ્યો હતો ખાસ કરીને નાના બાળકોના વાલીઓ અને માતાઓ દર્શન કરવા ઉમટી પડયા હતા. લોકોએ ડુંગર પર ચડીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે ભવ્ય લોક ભાતીગળ મેળાની મોજ માણી હતી