error: This Content is protected !!

જસદણના ગીતાનગર ખાતે મનૉરથી દેવમુરારી પરિવાર ના આંગણે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન

જસદણ ગણેશ જિનિંગના ઑનર અને રાજગોર બ્રાહ્મણ સમાજના પ્રમુખ રાજુભાઈ ત્રિવેદી સહિત કમિટીએ કથા શ્રવણનું રસપાન કર્યું

 

 જસદણ શહેરના ગીતા નગર વિસ્તારમાં મનોરથી દેવમુરારી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જસદણ ગણેશ જિનિંગ ના માલિક અને રાજગોર બ્રાહ્મણ સમાજના પ્રમુખ રાજુભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કા તા .૨૩/૦૯/૨૬ ના રોજ જસદણ મુકામે મનોરથી શ્રી દેવમુરારી પરિવારને આંગણે શ્રી મદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સરસ આયોજન કરવામાં આવેલ છે જેમાં સમાજનું ગૌરવ એવા શાસ્ત્રીશ્રી આસુતોષભાઈ ત્રિવેદી લાલાવદર (જસદણ)ના વતની હાલ અમદાવાદ એ ખૂબ જ સુંદર સપ્તાહનું રસપાન કરાવી તેમની કાલીઘેલી ભાષામાં ખૂબ જ સરસ રસપાન કરાવ્યું આ પ્રસંગે સમાજના દરેકે નિયમિત કથા સાંભળી આશુતોષભાઇને જ્ઞાતિ બંધુઓએ હાજરી આપી બિરદાવેલ અને તેઓ આ ક્ષેત્રમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ નું ગર્વ વધારે તેવી શુભેચ્છાઓ સહ.અભિનંદન વટોડીયા હતા આતકે

  શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ કમિટી જસદણ

પ્રમુખશ્રી રાજુભાઈ ત્રિવેદી ઉ.પ્રમુખશ્રી વિનુભાઈ પંડ્યા

ખજાનચી શ્રી જગદીશભાઈ પંડ્યા તથા કમિટીના સભ્યશ્રીઓ અને વડીલો એ કથા શ્રવણનો લાભ લઇ ધન્ય થયા હતા