error: This Content is protected !!

જસદણની મૅઇન બજારમાં 111 વર્ષ જૂની પંચ બ્રાહ્મમણ ગરબીમાં પ્રાચીન રાસ ગરબાનૉ પ્રારંભ શક્રાદય સ્તુતિ, શાસ્ત્રોક્ત વિધાનથી થાયછૅ

મનોહર કૃષ્ણ લીલા રાસ ભુવા રાસ ધુપેલીયા રાસ માથે ગરબા રાસ દોરડા રાસ જેવી પ્રાચીન સંસ્કૃતિનો વારસો આજે પણ અકબંધ

 

જસદણ શહેરની મેઇન બજાર મોતીચોકથી આગળ જૂના ગરબી ચોક ખાતે આયોજિત પંચ બ્રહ્મ સમાજની ગરબીએ તેની ગરિમાપૂર્ણ પરંપરાના 111 વર્ષ પૂર્ણ કર્યા છે. આધુનિક્તાના દૌરમાં પણ આ ગરબી પોતાની પ્રાચીન, પવિત્ર અને આધ્યાત્મિક સંસ્કૃતિને જાળવી રાખવા માટે સમગ્ર પંથકમાં વિશેષ ઓળખ ધરાવે છે. સૌરાષ્ટ્રભરમાં કદાચ આ એક્માત્ર એવી ગરબી છે, જેની શરૂઆત માતાજીના શાસ્ત્રોક્ત પૂજન, પાઠ અને શક્રાદય સ્તુતિ જેવા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે કાલે ભૂવા રાસ અને કૃષ્ણ રાસ લીલા આધ્યાત્મિક રાસ આસો સુદ આઠમનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. માતાજીની દિવ્ય હાજરી વચ્ચે ભૂવા રાસ તથા મનોહર કૃષ્ણ લીલા રાસ સહિતના વિવિધ રાસ રજૂ કરવામાં આવે છે, નવરાત્રિની પૂર્ણાહુતિ પ્રસંગે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરાય છે. આ પ્રાચીન ગરબીના આયોજન માટે નિમેષભાઈ શુક્લ, રવુભાઈ ચાવડા, સચિનભાઈ ભટ્ટ, લાલાભાઈ, વિનુભાઈ ચાવડા, શાંતુભાઈ ખાચર, યાત્રિકભાઈ શેઠ, વિશાલભાઈ જાની, ભાર્ગવભાઈ જાની, ધ્રુવ શુક્લ, યશભાઈ ભરાડ, ચંદુ દાદા ત્રિવેદી, કેતનભાઈ હીરપરા, રાજદીપભાઈ મહેતા, મનીષભાઈ મહેતા, અલ્પેશભાઈ ગોસાઈ, કિશોરભાઈ વાઘેલા, રાહુલભાઈ ધારૈયા તથા મહેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે