જસદણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બીલીયા મહાદૅવ મંદિર ખાતે પક્ષી ચણ શિવ પૂજા જીવ દયા સત સેવાકાર્ય કર્યું
જસદણ નજીકના સુપ્રસિદ્ધ શિવાલય બિલીયા મહાદેવ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના સેવાભાવી કાર્યકરો દ્વારા એકત્ર થઈને અબોલ પક્ષીઓ માટે ચણ પૂરી પાડીને પુણ્યનું કાર્ય કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની આરાધનાની સાથે સાથે સૃષ્ટિના અબોલ જીવો પ્રત્યે કરુણા દાખવીને તેમની સેવા કરવાનો આ એક સરાહનીય પ્રયાસ હાથ ધરાયો હતો.
આ સેવાકીય પ્રસંગે જસદણ પ્રખંડના અધ્યક્ષ ડૉક્ટર મહેશભાઈ તાવિયાએ જણાવ્યું હતું કે, ધર્મ રક્ષાની સાથે જીવદયા અને સમાજ સેવા એ વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પવિત્ર શ્રાવણ માસમાં અબોલ પક્ષીઓની સેવા કરવાનો લહાવો મળ્યો છે, અને આગામી સમયમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ જસદણ ટીમ દ્વારા આવા અનેક ધાર્મિક તેમજ સામાજિક સેવાકીય કાર્યો નિરંતર ચાલુ રાખવામાં આવશે