દૅવભુમી પાંચાળની પાવન ભોમકા પર શ્રદ્ધા, ભક્તિ અને લોકસંસ્કૃતિના સંગમ સમા વિશ્વવિખ્યાત તરણેતર મેળાનો ભવ્ય પ્રારંભ
ઐતિહાસિક સંસ્કૃતિ ભક્તિ પરંપરાને જીવંત રાખતા લૉકમેળાનૉ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા પ્રારંભ
કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી વિધિવત શુભારંભ થયો છે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડિયા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો તરણેતરનો મેળો આપણી ઐતિહાસિક સંસ્કૃતિ, ભક્તિ અને પરંપરાને જીવંત રાખતો મેળાવડો છે. આ ભવ્ય ભાતીગળ મેળાનો આનંદ માણવા માટે માત્ર ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી જ નહીં, પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં પધારે છે. આ મેળાના માધ્યમથી સ્થાનિક કલાકારોની કળા અને કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. મેળામાં ગ્રામીણ ઓલમ્પિક, લુપ્ત થતી પરંપરાગત રમતો, અલગ-અલગ વેશભૂષાની હરીફાઈઓ તેમજ ડાકલા, મંજીરા અને ડમરુ વાદકો જેવા પરંપરાગત કલાકારોની સ્પર્ધાઓ યોજાય છે. આ ઉપરાંત, શ્રેષ્ઠ ઓલાદના પશુઓની હરીફાઈ પણ યોજવામાં આવે છે આ પ્રસંગે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, નાયબ કલેક્ટર કે. એન. કાચા, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા અગ્રણી પ્રતાપભાઈ ખાચર સહિતના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.