error: This Content is protected !!

જસદણ વિંછીયા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ પર્વમાળાનો પ્રારંભ આજે નાગ પાંચમની ઉજવણી કાલથી લોક મેળાઓ ધમધમ છે

માર્કેટ યાર્ડૉમાં મિનિ વેકેશન, બુધવારથી મોટાભાગના કારખાના બંધ, બજારોમાં બે-ત્રણ દિવસની રજા માણવા લોકો ધાર્મિક સ્થળો મેળાઑની મોજ માણશે 

 

 

જસદણ વિંછીયા રાજકોટ સહિત ઉત્સવપ્રિય સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી સાતમ આઠમ સપ્તાહની પર્વમાળાનો ઉજવણીનૉ પ્રારંભ થયો છે આજે બોળચોથના દિવસે ઘરે ઘરે બાફેલા મગ-રોટલાના જમણ, સાસુ-વહુની કથા સાથે અને ગૌમાતાની પૂજા સાથે ગૃહિણીઓએ ઉજવણી કરી હતી અને આવતીકાલે નાગ પાંચમની સૌરાષ્ટ્રમાં આવેલા નાગ મંદિરોમાં તેમજ ઘરે ઘરે પણ પરંપરાગત રીતે પાણિયારે નાગનું ચિત્ર બનાવીને તલવટ પ્રસાદ ધરી, દિવો કરીને ઉજવણી કરાશે.સૌરાષ્ટ્રમાં સૌથી મોટા રાજકોટ રેસકોર્સ મેદાનના લોકમેળાની તડામાર તૈયારીઓને આજે આખરી ઓપ અપાયો છે અને બુધવાર તા.૨ સપ્ટેમ્બર રાંધણછઠની સવારે ૯ વાગ્યે મેળાનો પ્રારંભ થશે. આ માટે ૧૬૦૦ પોલીસકર્મચારીઓ સાથે ૨૫૦૦થી વધુ સ્ટાફ તૈનાત રહેશે અને પાંચ દિવસમાં આશરે ૧૫ લાખ મેદની આવવાનો અંદાજ છે. રાજકોટમાં મહાપાલિકાના કોઈ પ્લોટ મેળા માટે આ વર્ષે અપાયા નથી જે ખાલી રહેશે. રાજકોટ ઉપરાંત જસદણ વિંછીયા સહિત સૌરાષ્ટ્રના ગામેગામ પરંપરાગત લોકમેળાઓ થશે તા.૧થી તા.૬ સુધી માર્કેટ યાર્ડૉમાં હરાજી સહિતની કામગીરી બંધ રહેશે. તા. ૬ના આવક પૂર્વવત્ શરુ થશે આ રીતે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં પણ મીની વેકેશન શરુ થઇ ગયુછૅ હીરા હલર હેન્ડીક્રાફ્ટ સહિત કારખાનાઓ પણ રજાની મજા માણવા બુધવારથી મોટાભાગના બંધ થવાની શક્યતા છે. જ્યારે તા. ૨થી ૬ દરમિયાન અનેક તબીબોના દવાખના પણ બંધ રહેશે જ્યારે હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. તા.૩થી ૫ સાતમથી નોમ દરમિયાન અનેક વેપારીઓ પણ ધંધા રોજગાર બંધરાખતા હોય છે. જો કે હવે કેટલાક વેપારીઓને રજાના દિવસોમાં જ ઘરાકી વધુ હોય છે જેઓ આ સમયે દુકાનો ચાલુ રાખતા હોય છે