error: This Content is protected !!

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મંદિરૅ સાતમ આઠમ નૉમ ના પર્વૅ દાદાના દર્શન સાથે મેળો માણવા માનવ મહેરામણ ઉમટીયૉ હૈયે હૈયું દળાયુ

હસ્તકલા હેન્ડીક્રાફ્ટ કલાકૃતિઓ રમકડા સ્ટોલ ધારકો ખાણી પીણીના વેપારીઓને સારો વકરો તથા રાજીપૉ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા સંભાળી હતી

 

જસદણ વિંછીયા નજીકના સૌરાષ્ટ્રના ઐતિહાસિક સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે સાતમ આઠમ નવમીના પાવન પર્વ પર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને મેળામાં તો હૈયે હૈયું દળાયું હતું સાતમ આઠમ નોમ નો પાવન પર્વ અને રજાના દિવસોમાં ઘેલા સોમનાથ દાદાના દર્શન પૂજન અને આરતીનો લાભ લઇ શ્રદ્ધાળુઓ ધન્ય થયા હતા આ સાથે અહીં યોજાતો પરંપરાગત મેળો પણ મોજથી માણીગરોએ માણ્યો હતો આ મેળામાં ત્રણ દિવસ અંતર્ગત પગ મૂકવાની જગ્યા ન હતી મેળામાં ટોલ ધારકો હસ્ત કલાની હેન્ડીક્રાફ્ટ કલાકૃતિઓ રમકડા ચીજ વસ્તુઓ ચકરડી ફાળકા ખાણીપીણી વાળા સહિતનાઓને સારો એવો વેપાર થતા વેપારીઓમાં રાજીપો છવાયો હતો દુરદુરથી આવેલા શ્રદ્ધાળુઓએ ઘેલા સોમનાથ દાદા અને માતા મીનળદેવી ના દર્શન કરી મહા આરતી ભગવાનનૉ પ્રસાદ લઈ ધન્ય થયા હતા અને મોજથી મેળો માણ્યો હતો ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી આ સાથે પોલીસ દ્વારા પણ સંપૂર્ણ કાઇદો વ્યવસ્થા જળવા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો