જસદણ મૉટાદડવા અનૅ રામપરામા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી શ્રમ કૌશલ્ય મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ
કલેકટર ડો ઓમ પ્રકાશની રાહબરીમાં જિલ્લા વહીવટી તંત્રની વિશેષ ઝુંબેશ અત્યાર સુધીમાં ૨૨૭૫ પરિવારોને પ્લોટ ફાળવાયા
રાજ્ય સરકારના અંત્યોદયના ભાવને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટમાં વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક હેતુ માટે વિનામૂલ્યે પ્લોટની સનદનું વિતરણ કર્યું હતું. આ જમીનના હક્ક મળતાં જ પરિવારો ખુશખુશાલ થઈ ગયા હતા અને મુખ્યમંત્રી તથા જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં ૨૨૭૫ પરિવારોને આ રીતે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા લોકોને રહેણાક હેતુ માટે પ્લોટ ફાળવવા જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા વિશેષ કવાયત શરૂ કરવામાં આવી છે. તેમની સૂચના અને માર્ગદર્શન મુજબ, મહેસૂલ વિભાગના ઠરાવ અન્વયે કુલ ૧૩૯ પરિવારોને વિનામૂલ્યે રહેણાંકના ઘરથાળના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત જસદણના ૯૦, રામપરા બેટીના ૨૧ અને મોટાદડવાના ૨૮ મળીને કુલ ૧૩૯ પરિવારોને આ વિનામૂલ્યે રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રીના હસ્તે આ પ્લોટના હક્ક મળતાં જ પરિવારે રાજીપો વ્યક્ત કર્યો હતો આ તકે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂપાલા રાજકોટના મેયર તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત મહાનુભવોનો ઉપસ્થિત રહ્યા હતા આ ઘરથાળના પ્લોટ મળવાથી વિચરતી અને વિમુક્ત જાતિના આ પરિવારોને કાયમી સરનામું પ્રાપ્ત થશે. આ નિર્ણયના પરિણામે તેમના બાળકો નિયમિત શાળાએ જઈ શકશે અને આ તમામ પરિવારો સરકારની આવાસ યોજના સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકશે