આટકોટ નજીકના પાંચવડા જંગવડ તથા જસદણના કમળાપુર પંથકમાં મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા હૅતુ ફળ-શાકભાજી પરિરક્ષણ તાલીમો યોજાઈ
મહિલા વ્રુતિકા યૉજના હેઠળ મૂલ્યવર્ધિત ઘરગથ્થુ ખાદ્ય ઉત્પાદનો અથાણાં બકાલુ ફળ તૈયાર કરવા અંગે નાયબ બાગાયત વિભાગની કચેરી દ્વારા માર્ગદર્શન અપાયું
નાયબ બાગાયત નિયામકની કચેરી, રાજકોટ દ્વારા 'મહિલા સશક્તિકરણ યોજના' અંતર્ગત 'મહિલા વૃતિકા યોજના' હેઠળ ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત તા. ૦૮-૦૯ ઓક્ટોબર દરમિયાન જસદણ તાલુકાના કમળાપુર ગામ ખાતે ૫૪ તાલીમાર્થીઓ, તા. ૧૨-૧૩ ઓક્ટોબર દરમિયાન આટકૉટ નજીકના જંગવડ ખાતે ૨૧ તાલીમાર્થીઓ તથા તા. ૧૪-૧૫ ઓક્ટોબર દરમિયાન પાંચવડા ખાતે ૨૧ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. જેનો આશય ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવાનો હતો આ કાર્યક્રમ દરમિયાન બાગાયત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ મહિલાઓને વિવિધ ફળો અને શાકભાજીમાંથી ઘરગથ્થુ તેમજ વ્યવસાયિક ધોરણે મૂલ્યવર્ધિત ખાદ્ય ઉત્પાદનો તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ પૂરી પાડી હતી, જેમાં વિવિધ પ્રકારના અથાણા, જામ, સરબત, ટોમેટો કેચઅપ અને ટુટીફુટી જેવી બનાવટો તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ અપનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમ નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.