જસદણ તથા આટકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગ્રામહાટનું લોકાર્પણ
સખી મંડળની બહેનોના ઉત્પાદનોને મહિલા સ્વસહાય જૂથોને સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણ માટે મળશે પ્રોત્સાહન
જસદણ નવા એસટી ડેપો ખાતે તેમજ આટકોટ નવા બસ સ્ટેન્ડ ખાતે જસદણ વિછીયાના ધારાસભ્ય અને શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આજરોજ જસદણ અનૅ આટકૉટ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે ગ્રામહાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાજ્ય સરકારની પહેલને વધાવતા જણાવ્યું હતું કે, ગ્રામહાટના માધ્યમથી સખી મંડળની બહેનોને હસ્તકલા, ગૃહઉદ્યોગ અને અન્ય સ્વરોજગારલક્ષી ઉત્પાદનોના વેચાણ માટે સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની, આવકની તકો વધારવાની અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની તક મળશે.
આ પ્રસંગે આટકોટ જિલ્લા પંચાયતના સભ્ય નિલેશભાઈ હિરપરા જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા યુવા ભાજપ પ્રમુખ હરદીપભાઈ પટગીર તાલુકા પંચાયતના મનસુખભાઈ જાદવ પૂર્વ જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ સોનલબેન વસાણી પૂર્વ ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી તાલુકા સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો નગરપાલિકાના સદસ્યો તાલુકા વિકાસ અધિકારી જિલ્લા લાઈવલીહુડ તાલુકા લાઈવલીહુડ મેનેજર સહિત તાલુકા કક્ષાના એન.આર.એલ.એમ. સ્ટાફ તેમજ એસ.ટી. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા