error: This Content is protected !!

જસદણના જુના બસ સ્ટેન્ડ થી બાયપાસ રોડ સુધીમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા 112 ની ટીમે ચાલકને ઝડપી કસ્ટડીમાં લીધો

નશામાં ચુર ચાલકૅ કાબુ ગુમાવતા કાર ઢોસા નગરીના બોર્ડ અને વૃક્ષ સાથે અથડાતા અફરાતફરી મચી હતી અને લોકોના ટોળા ઉમટીયા હતા ઘટના સીસીટીવી માં કેદ

 

જસદણના જુના બસ સ્ટેન્ડ થી બાયપાસ રોડ સુધીમાં દારૂના નશામાં ધૂત એક બેફામ કાર ચાલકે ભયાનક અકસ્માત સર્જ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી હતી નશાની હાલતમાં પૂરપાટ ઝડપે દોડતી કારે રસ્તામાં અન્ય વાહનોને ટક્કર માર્યા બાદ ઢૉસા નગરીનું બોર્ડ અને ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી વૃક્ષ પાસે બેસેલું સ્વાન પણ ઉભી પૂંછડીએ ભાગ્યું હતું અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ, કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં જૂના બસ સ્ટેન્ડ તરફથી બાયપાસ રોડ તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે રસ્તામાં બેથી ત્રણ જેટલી અન્ય કારને સાઈડમાં ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ બાયપાસ નજીક પહોંચતા સ્ટીયરીંગ પરથી સંપૂર્ણ કાબૂ ગુમાવી બેસતાં કાર પૂરપાટ ઝડપે એક હોટલના બોર્ડ અને ત્યારબાદ વૃક્ષ સાથે જોરદાર રીતે ટકરાઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પેટ્રોલિંગમાં રહેલી પોલીસની 112 ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને નશાખોર કાર ચાલકને ઝડપી પાડયો હતો. જોકે, કાર ચાલક નશાની હાલતમાં એટલો બેભાન હતો કે તેણે સ્થળ પર પહોંચેલી 112 ની ટીમ સાથે પણ ઉદ્ધત વર્તન અને બોલાચાલી કરી હતી.