error: This Content is protected !!

જસદણ જૅતપુર ગોંડલ ધોરાજી સહિત રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સતત સુધારણાની ખાસ ઝુંબેશના પ્રથમ રવિવારે કુલ ૮૩૭૬ ફોર્મ ભરાયા

ઓક્ટોબર તથા નવેમ્બરના રવિવારે મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા વિશેષ ઝુંબેશ યુવાનો તથા એસ.આઈ.આર.માંથી બાકાત મતદારોને ખાસ ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્રનો અનુરોધ

 

કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં, જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકોના મત વિસ્તારમાં સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 

ગતરોજ ૧૧ ઓક્ટોબરે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ હેઠળ જિલ્લાની કુલ આઠ વિધાનસભા બેઠકોના કુલ ૨૫૧૨ મતદાન મથકોમાં કુલ ૮૩૭૬ ફોર્મ પ્રાપ્ત થયા છે. જેમાં ૩૬૨૦ નાગરિકોએ ફોર્મ-૬ ભર્યા છે. ૧૮-૧૯ વયજૂથમાં ૧૬૯૯ ફોર્મ ભરાયા છે. ફોર્મ-૭ ૩૧૦ તથા ફોર્મ-૮ ૪૪૪૬ મળ્યા છે.  

વિધાનસભા પ્રમાણે જોઈએ તો, ૬૮-રાજકોટ પૂર્વમાં કુલ ૩૦૪ મતદાન મથકો છે, જેમાં ૩૪૧ નાગરિકોએ ફોર્મ-૬ ભર્યા છે. જ્યારે ૧૮-૧૯ વય જૂથમાં ૧૨૧ ફોર્મ ભરાયા છે. 

૬૯-રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રમાં કુલ ૩૪૩ મતદાન મથકો છે. જેમાં ફોર્મ-૬ ૩૩૫, ૧૮-૧૯ વય જૂથમાં ૧૨૨ ફોર્મ મળ્યા છે. 

૭૦-રાજકોટ દક્ષિણમાં કુલ ૨૫૪ મતદાન મથકો છે, જેમાં ફોર્મ-૬ ૨૧૩, ૧૮-૧૯ વય જૂથના ૧૧૪ ભરાયા છે. 

૭૧-રાજકોટ ગ્રામ્યમાં કુલ ૪૪૦ મતદાન મથકો છે. જેમાં ફોર્મ-૬ ૬૪૬ તથા ૧૮-૧૯ વય જૂથના ૨૭૧ ફોર્મ ભરાયા છે. 

૭૨-જસદણમાં કુલ ૨૯૬મતદાન મથકો છે. જેમાં ફોર્મ-૬ ૬૧૯ તથા ૧૮-૧૯ વય જૂથના ૨૬૮ ફોર્મ મળ્યા છે. 

૭૩-ગોંડલમાં કુલ ૨૫૬મતદાન મથકો છે. જેમાં ફોર્મ-૬ ૩૬૯ તથા ૧૮-૧૯ વય જૂથના ૨૧૮ ફોર્મ ભરાયા છે. 

૭૪-જેતપુરમાં કુલ ૩૨૩ મતદાન મથકો છે, જેમાં ફોર્મ-૬ ૬૦૨ તથા ૧૮-૧૯ વય જૂથમાં ૩૪૩ ફોર્મ ભરાયા છે. 

૭૫-ધોરાજીમાં કુલ ૨૯૬ મતદાન મથકો છે. જેમાં ફોર્મ-૬ ૪૯૫ અને ૧૮-૧૯ વય જૂથમાં ૨૪૨ ફોર્મ પ્રાપ્ત થયા છે. 

નોંધનીય છે કે, આ ઝુંબેશનો મુખ્ય હેતુ મતદારયાદીમાં નોંધણી કરાવવાથી બાકી રહી ગયેલા નાગરિકો તથા ૧૮-૧૯ વર્ષના યુવા/પ્રથમ વખતના મતદારોના નામની નોંધણી કરવાનો છે. 

તમામ યુવા મતદારો તેમજ એસ.આાઈ.આર.ની પ્રક્રિયામાં બાકાત રહી ગયેલા મતદારોને પુરતા પુરાવા સાથે આગામી દિવસોમાં ખાસ ઝુંબેશના દિવસોનો લાભ લઈને મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની યાદીમાં જણાવવામાં આવે છે. 

નાગરિકોની સરળતા માટે ઓક્ટોબર અને નવેમ્બર માસના રવિવાર એટલે કે ૧૮-૧૦-૨૬, ૨૫-૧૦-૨૬ અને ૦૧-૧૧-૨૬ના રોજ મતદાન મથકો ખાતે 'ખાસ ઝુંબેશના દિવસો'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૧૦ કલાકથી સાંજે ૦૫ કલાક સુધી ડેઝીગ્નેટેડ ઓફિસર્સ અને બુથ લેવલ અધિકારીઓ દરેક મતદાન મથક પર હક-દાવા તથા વાંધા અરજીઓ સ્વીકારશે.