error: This Content is protected !!

પાંચાળ પ્રદેશ ભક્તિના રંગે રંગાયુ. વિછીયા થોરીયાળીના યુવાને આર્મીની તાલીમ પૂર્ણ કરી વતન ફરતા સ્વાગત રેલી સાથે સન્માન કરાયું

પાંચાળનું ખમીર અને અણમોલ રતન તેમજ વિંછીયા તાલુકાના થોરીયાળી ગામનું ગૌરવ ઉદયભાઇ રાધેશ્યામભાઈ દેસાણીએ ઇન્ડિયન આર્મીમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન ફરતા વતનમાં ગ્રામજનોએ વતન કે રખવાલે સ્વાગત સન્માન રેલી યોજી દિવ્ય અને ભવ્ય સન્માન કર્યું હતું, જવાનને આવકારવા અને ફૂલડે વધાવ્યા દેશ પ્રેમીઓ મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા ત્યારે ભારત માતા કી જય વંદે માતરમ ના નારાથી વાતાવરણ દેશ ભક્તિમય ગુંજી ઉઠ્યું હતું, સમારોના અધ્યક્ષ અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ ઉદયભાઇ દેસાણીને વતનમાં આવકારી ભારત માતા ની છબી આપી હાર પહેરાવી અને શાલ ઓઢાડી અદકેરું સન્માન કર્યું હતું અને હાજર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો, સ્વાગત સમારોહમાં શિક્ષણવિદ્ ધીરુભાઈ દેસાણી મુકેશભાઈ ડેરવાળિયા અને થોરીયાળી ગ્રામ પંચાયત સરપંચ ભીખાભાઈ મકવાણા હાજર રહ્યા હતા.