error: This Content is protected !!

જસદણ પાલિકા ખાતે કાલે 9 કલાકે સેવા સંકલ્પ અંતર્ગત મંત્રી કુંવરજીભાઇના અધ્યક્ષ સ્થાને શહેરી અને ગ્રામ્ય નાગરિકો માટે સર્વરોગ નિદાન કેમ્પ જરૂરીયાત મંદોએ લાભ લેવા અનુરોધ

પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ભાજપ પ્રમુખ વિજય રાઠોડ ડાયમંડ એસૉના પ્રમુખ પીવી ભાયાણી ચેમ્બરના પ્રમુખ અશોકભાઈ ધાધલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહેશે

 

જસદણ નગરપાલિકા ભવન ખાતે આવતીકાલે ગ્રામ્ય તથા શહેરી નાગરિકો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ પી,વી,ભાઈ ભાયાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહે છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનસેવાના 25 વર્ષ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કામાં જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને જસદણ શહેરના નાગરિકો માટે સર્વ રોગ નિદાન કેમ્પ આવતીકાલે તા ૨,૧૦,૨૦૨૭ નૅ શુક્રવારના રોજ સમય સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી સ્થળ નગરપાલિકા ભવન, જસદણ આ સર્વ નિદાન કેમ્પ આરોગ્ય વિભાગના સ્પેશિયાલિસ્ટ તબીબો (ફિઝિશિયન, જનરલ સર્જન, ચામડીના રોગોનો નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત વગેરે) અને રાજકોટના નામાંકિત સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા સ્વાસ્થ્યની મજબૂત પહેલ..રુમેટોલોજીસ્ટ (વાની બીમારીના નિષ્ણાત)ડૉ. મનિષ બાવળીયા ફિઝિશિયન અને ક્રિટિકલ કેર એક્સપર્ટ (ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ અને અન્ય ગંભીર બીમારીઓના નિષ્ણાત)ડૉ. મિલાપ ઠકરાર ન્યુરો અને સ્પાઇન સર્જન (મગજ અને કરોડરજ્જુની બીમારીઓના નિષ્ણાત)ડૉ. નિધિકુમાર પટેલ યુરોસર્જન(ભૂત્રમાર્ગને લગતા રોગોના નિષ્ણાત)ડૉ. મૈત્રેય જોષી ન્યુરોફિઝિશિયન ભગજ અને ચેતાતંતુઓના નિષ્ણાત)ડૉ. મિતુલ કાસુન્દ્રા કાર્ડિયોલોજીસ્ટ (હૃદયરોગના નિષ્ણાત)ડૉ. જયરામ પ્રજાપતિપલ્મોનોલોજીસ્ટ (ફેફસાંના રોગોના નિષ્ણાત)ડૉ. રાહુલ તૈયા એન્ડોક્રાઈનોલોજીસ્ટ (હોર્મોન્સ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નિષ્ણાત)નેફ્રોલોજીસ્ટ (કિડનીની બીમારીના નિષ્ણાત)ડૉ. કૌશલ શેઠ ડૉ. વિપુલ પરમાર ઓર્થોપેડિક સર્જન (હાડકાં અને સાંધાના નિષ્ણાત)ડૉ. કેલ્વિન વૈશનાણી સહિતના ડોક્ટરો સેવા આપશે જરૂરિયાતમંદ નાગરિકોએ આ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લેવા ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અનુરોધ કર્યો છે