error: This Content is protected !!

જસદણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કરન્સી ચેસ્ટ સુવિધા બંધ કરવાની હિલચાલ સામે વિરોધ સવલત ચાલુ રાખવા ચેમ્બર ઓફ કોમર્સૅ આવેદન પાઠવ્યુ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જસદણ શાખામાં કરન્સી ચેસ્ટની સુવિધા બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું જણાઇ આવતા છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અનૅ ચૅસ્ટની સવલત ચાલુ રાખવા અંગૅ જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બેંકના બ્રાન્ચ મેનેજરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જૅમા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોકભાઈ ધાધલ, મહામંત્રી ભરતભાઈ ધારૈયા, કમલેશભાઈ ચોલેરા, નિલેશભાઈ રાઠોડ, જયુભાઈ બોરીચા, હરિશભાઈ પોપટ, અમરીશભાઈ ધ્રાફાણી, હિતેશભાઈ થડેશ્વર, હિતેશભાઈ વસાણી, રાહુલભાઈ ધારૈયા, સંજયભાઈ પોપટ, ચંદુભાઈ ગોટી, રાજુભાઈ પરમાર સહિતના લોકોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શહેરમાં ડાયમંડ ઉધૉગ હેન્ડી ક્રાફ્ટ ઉધોગ ઓપનર થ્રૅસર ઉદ્યોગ જિનિંગ તથા ઓઇલ મીલ સહિતના ઉદ્યોગ ધમધમે છે. શહેર આસપાસના ૧૦૨ ગામડાઓનું ખરીદીનું હટાણાનું કેન્દ્ર છે. માર્કેટ યાર્ડમાં પણ ખૂબ જ બહોળી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ કામકાજ કરી રહ્યા છે. આ તમામને મોટા નાણાકીય વ્યવહારની જરૂરિયાત કાયમી રહેતી હોય છે. શહૅરની આમ જનતા, નાના વર્ગના લોકો પણ એસબીઆઈ

સાથે નિયમિત વ્યવહારમાં જોડાયેલા છે. આ સંજોગોમાં કરન્સી ચેસ્ટની સુવિધા બંધ થાય તો એપીએમસીના વેપારીઓ, ખેડૂતો, મોટા ઉદ્યોગો વગેરેને નાણાકીય જરૂરિયામાં વિલંબ થાય તેમ છે અને લેવડદેવડમાં મુશ્કેલીઓ ઊભી થશે. હાલમાં નાની નોટોનું સર્ક્યુલેશન ખૂબ જ ઓછું હોવાથી જાહેર જનતા તેમજ નાના વેપારીઓને નાની નોટોની અછત છે તેવા સંજોગોમાં કરન્સી ચેસ્ટની સવલત બંધ થાય તો નાની નોટો તેમજ કોઇન્સની સવલતો મળતી બંધ થઈ જાય એ સંજોગોમાં આમ જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જસદણની આજુબાજુના સેન્ટરમાં પણ આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી અને એસબીઆઈ લીડબેક હોય એસબીઆઈ જસદણમાં આ સુવિધા ચાલુ રાખવી જરૂરી હૉવાનુ અંતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતનાને લેખિત પત્ર મોકલવામાં આવ્યો છે