error: This Content is protected !!

જસદણના શિવરાજપુર ગામે મોડી રાતના ખેલાયો ખુની ખેલ રસ્તામાં ગાડી ઉભી રાખવા મામલે પિતાની કરપીણ હત્યા પુત્ર પર જીવલેણ હુમલો

ખાંડા હડમતીયા ગામના યુવક બુલેટ લઈ લગ્ન પ્રસંગમાં જતો હતો ત્યારે રસ્તામાં પરિચતની કાર પાસે ઉભો રહ્યો ત્યારે પાછળથી એક રીક્ષા ઘસી આવી, આરોપીઓ રસ્તામાં ગાડી ઉભી નહી રાખવા બાબતે ગાળો આપી

 

ગઈકાલે ઝાપડીયા બંધુ અને તેના પિતા સમાધાન માટે શિવરાજપુર જતાં પહેલાં એક શખ્સે મારી નાંખવાના ઈરાદે છોટા હાથી માથે ચડાવી દેવાનો પ્રયાસ કર્યો બાદમાં અન્ય શખ્સો છરી કુંડલી વાળી લાકડીથી તૂટી પડ્યા

 

પ્રૌઢ છગનભાઇ ઝાપડીયાનું ઘટનાસ્થળે જ મોત, પુત્ર નિલેષ ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો, પોલીસે પાંચ શખ્સો સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ આદરી

 

જસદણના શિવરાજપુર ગામે મોડી રાતના ખેલાયો ખુની ખેલ ખૅલાયૉ હતો

બનાવ અંગે હાલ રાજકોટના ત્રંબા ગામે રામદેવપીરની મંદિરની પાછળ શ્રીરામ પાર્કમાં રહેતાં મૂળ ખાંડા હડમતીયા ગામના વતની શૈલેષભાઈ છગનભાઈ ઝાપડીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજય નારણ મુંધવા, વિરમ રઘુ મુંધવા, વજા રઘુ મુંધવા, નારણ રાજા મુંધવા અને સાગર નથુ મુંધવાનું નામ આપતાં જસદણ પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે ફાર્મા કંપનીમાં નોકરી કરે છે, તેઓ ત્રણ ભાઈઓ જેમા મોટો પોતે અને નાનો જયેશ અને નિલેષ છે. ગઈ તા.12 ના તેનો ભાઈ નિલેષ અને ગામના બાબુભાઈ છેલ્લુભાઈ ઝાપડીયા બન્ને સાંજના નવેક વાગ્યાની આસપાસ ખાંડા હડમતીયા ગામની સીમમાં રસીકભાઈ ઝાપડીયાની વાડીએ લગ્ન પ્રસંગ હોય જેથી તેઓ બુલેટ લઈને જતા હતા. રસ્તામાં ઉભા રહેલ જે દરમ્યાન સંબંધી ભાવેશભાઈ ઝાપડીયા રોડ ઉપર કાર લઈને સામા મળતા તેની ગાડી ઉભી રાખતા પાછળ એક છકડો રિક્ષા આવીને ઉભી રહેલ હતી.

જે રિક્ષા શિવરાજપુર ગામના સંજય મુંધવા ચલાવતો હોય જેને નિલેષભાઈ તથા સાથેના બાબુભાઇને મોટેથી બુમ પાડી રસ્તામાં ગાડી ઉભી નહી રાખવા બાબતે સંજય ગાળો બોલવા લાગેલ જેથી ભાઈ તથા ભાબુભાઈ ત્યાંથી જતા રહેલ હતા. ગઈકાલે ફરીયાદીનાં પિતાના ફોનમાં શિવરાજપુર ગામના વિરમ મુંધવાનો ફોન આવેલ કે, કાલે રાત્રીના તમારા દિકરાએ મારા કાકાના દિકરાને રસ્તામાં રોડ ઉપર કેમ ઉભો રાખેલ તેવુ કહી અપશબ્દો બોલી તમને બધાને જોઇ લઇશ તેવી ધમકી આપેલ બાદ ફરીથી પણ ધમકીના અને મારી નાખવાના ફોન આ વિરમ પિતાને કરતો હતો.

જેથી પિતાએ ત્રણેય ભાઇઓને કહેલ કે, આપણે શીવરાજપુર ગામે સમાધાન માટે સાંજે જવુ છે, જેથી બન્ને ભાઇઓ રાજકોટથી હડમતીયા ગામે આવેલ બાદ પિતા તથા બન્ને ભાઈઓ સાથે શીવરાજપુર ગામે કાળી કશ ખાતે મામાના ઘરે આવેલ અને પિતાએ વિરમ સાથે ફોનમાં સમાધાન બાબતે મામા સાથે વાત કરેલ પરંતુ વિરમ ફોનમાં ગાળાગાળી કરી તમને બધાને જોઇ લઇશ તેવી ધમકી આપતો હોય મામાના ઘરેથી થોડે દુર રોડ ઉપર ઉભા હતા તે દરમ્યાન એક છોટા હાથી જેવુ વાહન ફુલ સ્પીડે જસદણ બાજુથી આવેલ અને બધા ઉભા હતા ત્યાં તેઓની ઉપર મારી નાખવાના ઇરાદે અમારી ઉપર ચડાવી દીધેલ હતું

જેથી બધા બચવા માટે રોડની સાઇડમાં દોડીને જતા રહેલ હતા જે વાહન શીવરાજપુર ગામનો સંજય મુંધવા ચલાવતો હતો જેથી તેની પાછળ દોડતા તે વાહન લઇને ત્યાંથી નાશી ગયેલ તે દરમ્યાન વજા મુંધવા જે હાથમાં છરી લઈને દોડતો આવી મારા પિતા પર છરી વડે હુમલો કરી પેટમાં તેમજ છાતીના ભાગે છરીના ઘા મારતો હતો. જેથી નાનો ભાઈ નિલેષ પિતાને બચાવવા માટે વચ્ચે પડતા આ વજા મુંધવાએ તેને પણ પડખામાં છરીનો ઘા મારી દીધેલ હતો. જે દરમ્યાન તેની સાથે નારણ મુંધવા તથા સાગર મુંધવા બન્ને હાથમાં કુંડલી વાળી લાકડી લઇ ઘસી આવી ફરીયાદી અને તેના ભાઈને ઘા ઝીંકી દેતાં હાથ તથા ખંભાના ભાગે લાગેલ હતી

જે દરમ્યાન દેકારો થતા આરોપીઓ ત્યાંથી નાશી છુટેલ હતા. જે દરમ્યાન ફરીયાદીનાં પિતા તથા ભાઈને છરી વાગવાથી ઇજા થતા રોડ ઉપર પડી ગયેલ હોય તેઓને તાત્કાલીક સારવાર માટે જસદણ સરકારી હોસ્પીટલે લાવેલ જયા તબીબે પિતાને છરીના ઘા થી મોત થયેલાનુ જણાવેલ તથા નાના ભાઈ નિલેષને છરીના ઘા થી ગંભારઈ જા થયેલ હોય પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ મોકલી આપેલ હતો.

બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી પીઆઈ સિધ્ધરાજસિંહ ગોહિલ અને ટીમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સામાપક્ષે શિવરાજપુરનો નારણ મૂંધવા પણ ઘવાયો, રાજકોટ સારવારમાં ખસેડાયો

રાજકોટ. તા.14

જસદણના શિવરાજપુમાં મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો. ખાંડા હડમતીયા ગામના પ્રૌઢની હત્યા અને પુત્રની હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નારણ મૂંધવા પણ ગંભીર રીતે ઘાયલ થતાં સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સીવીલ ચોકીના સ્ટાફના જણાવ્યા અનુસાર શિવરાજ પુર ગામના નારણભાઇ રાજાભાઈ મૂંધવા (ઉ.વ.45) ને ગઈ રાતે અજાણ્યા શખ્સોએ ધારીયાના ઘા ઝીંકી દેતાં ગંભીર ઈજા પહોંચી હતી. જે અંગે જસદણ પોલીસને જાણ કરાઈ છે.