error: This Content is protected !!

ગઢડાની શ્રી રામપરા પ્રાથમિક શાળા ખાતે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી વિદ્યાર્થીઓએ માં અંબાના ગુણ ગાન થકી સૌ કોઈના મન મોહી લીધા

જગદંબાની આરાધનામા રત વિધાર્થી વિદ્યાર્થીનીઓને જ્ઞાન સહાયક શિક્ષીકા પ્રિન્સીબેન જીડીયા કિંજલબેન વસાણીઍ મીઠાઈ ફરસાણ આપી વિજયાદસમી ની શુભેચ્છાઓ પાઠવી   

 

ગઢડા તાલુકાની શ્રી રામપરા શાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ-2026 ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

શાળા પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો અને શિક્ષક સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મા અંબાની આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓના ગરબાએ સૌના મન મોહી લીધા હતા.

સૌથી સુંદર પરંપરાગત વેશભૂષામાં તૈયાર થઈને આવનાર વિદ્યાર્થીઓને તથા સુંદર રીતે ગરબે રમનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શાળાના જ્ઞાન સહાયક શિક્ષિકા શ્રી જીડીયા પ્રિન્સીબેન અને વસાણી કિંજલબેન દ્વારા તમામ બાળકોને જલેબી અને ચોળાફળીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને નવરાત્રી અને વિજયાદશમી (દશેરા) નું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવી સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.