error: This Content is protected !!

ગઢડાની રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં ડંકો યોગાસન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેદાન માર્યું શાળા પરિવાર અભિનંદન પાઠવ્યા

ખેલ મહાકુંભ અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાએ યોજાયેલી યોગાસન સ્પર્ધામાં ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે બહેનોના વિભાગમાં 

વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપમાં શેખ ખુશીબેને દ્વિતીય ક્રમ અનૅ સાંકળિયા ક્રિષ્નાબેને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે ટ્રેડિશનલ યોગા ચેમ્પિયનશીપમાં સાંકળિયા ક્રિષ્નાબેને તૃતીય ક્રમ મેળવી બેવડી સિદ્ધિ હાંસલ કરી છે.

ભાઈઓના વિભાગમાં ટ્રેડિશનલ યોગા ચેમ્પિયનશીપમાં સાહિર ડાભીએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

રિધમિક યોગા ચેમ્પિયનશીપમાં જમોડ ઉત્તમે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે આ સિદ્ધિ બદલ શાળાની શેખ ખુશીબેન, સાંકળિયા ક્રિષ્નાબેન અને સાહિર ડાભી આગામી રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓ અને યોગ ટ્રેનર શિક્ષક અશ્વિનભાઇ બારૈયા શાળાના આચાર્યશ્રી, સમગ્ર શિક્ષક સ્ટાફ, SMC અને ગ્રામજનો દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને રાજ્ય કક્ષા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.